ક્રિસમસ પાર્ટીમાં સૌથી હટકે લુક માટે ફોલો કરો આ tips
નવી દિલ્હી, 24 ડિસેમ્બર 2019, મંગળવાર
આવતી કાલે નાતાલની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. નાતાલની રોનક બજારોમાં પણ જોવા મળી રહી છે. આ ઉપરાંત નાતાલની પાર્ટીમાં કેવી રીતે અન્ય લોકોથી અલગ દેખાવું તેની તૈયારી પણ લોકો કરતાં હોય છે. જો તમે પણ આ કામ કરી રહ્યા હોય તો અહીં તમારી સમસ્યાનો ઉકેલ મળી જશે. કારણ કે આજે તમને જાણવા મળશે એવી ટીપ્સ વિશે જે તમને પાર્ટીમાં હટકે લુક મેળવવા માટે મદદ કરશે.
ક્રિસમસ ડ્રેસની પસંદગી
ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીમાં પહેરવાના કપડા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. તેના માટે તમે સોલિડ મેક્સી ડ્રેસ કે ફિટ એન્ડ ફ્લેયર ડ્રેસને પસંદ કરી શકો છો. બોડી હગિંગ કે વર્કવાળા ડ્રેસ પણ તમે પસંદ કરી શકો છો. જો તમને ચમક ધમક પસંદ હોય તો આ દિવસે ઈમ્બેલિશ્ડ ડ્રેસ તેના માટે બેસ્ટ છે. તેમાં તમે ચમકીલા રંગની પસંદગી કરી શકો છો.
તમે આ ડ્રેસની ઉપર પહેરવા માટે ડેનિમ કે સોલિડ ટેલર્ડ જેકેટ કે ઓપન ફ્રંટ શ્રગનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો બોમ્બર, પેપલમ, ટ્રેંચ અથવા સ્ટટાઈલના કોટ પહેરી શકો છો.
જ્વેલરી
ઈવનિંગ ડ્રેસ અથવા ગાઉન સાથે લેયર્ડ ચેન પહેરી શકો છો. તેની સાથે સિલ્વર કે ગોલ્ડ પ્લેટેડ બ્રેસલેટ હાથમાં પહેરી શકાય છે. જો તમે ભારતીય શૈલીમાં આભૂષણ પહેરવા ઈચ્છતા હોય તો ઓક્સિડાઈઝ્ડ અથવા સિલ્વર પ્લેટેડ ઝુમખા, હૂપ કે ડ્રોપ ઈયરિંગ્સ પહેલી શકો છો.
મેકઅપ
ગ્લિટર બેઝ્ડ આઈશેડોનો ઉપયોગ પાર્ટી મેકઅપ માટે કરી શકો છો. તેની સાથે બોલ્ડ લિપસ્ટિક લગાડી શકાય છે. હાઈલાટઈટરને ફાઉન્ડેશન સાથે ઉમેરી ચહેરા પર લગાવો. તેનાથી ત્વચામાં નમી જળવાઈ રહેશે અને ચહેરા પર ગ્લો દેખાશે. આ સાથે મસ્કારા, આઈ લાઈનર, કાજલ લગાવવાનું ભુલતા નહીં.
ફુટવેર
સ્ટિલેટોઝ, બ્લોક હીલ્સ, ફ્લેટ શૂઝ, વેજેસ કે પ્લેટફોર્મ હીલ્સ સારા વિકલ્પ છે પાર્ટી માટે.
યુવકો માટે ફેશન
રેગ્યુલર કે સ્લિમ ડાર્ક સોલિડ શર્ટ તમે પહેરી શકો છો. આ ઉપરાંત પાર્ટી માટે ફ્લોરલ પ્રીંટ પણ ટ્રાય કરી શકો છો. તેને તમે કેઝ્યુઅલ બ્લેઝર અને સ્લિમ ફિટ પેન્ટ સાથે ટીમ કરી પહેરી શકો છો. આ ઉપરાંત ડેનિમ જીન્સ અને સોલિડ બાઈકર જેકેટ તમારા પાર્ટી લુકને બેસ્ટ બનાવશે.