વાળને મજબૂત અને ચહેરાને ગ્લોઇંગ બનાવશે એરંડાનું તેલ
- જાણો, એરંડાના તેલથી થતાં ફાયદાઓ વિશે...
નવી દિલ્હી, તા. 28 જાન્યુઆરી 2021, ગુરુવાર
ઔષધીય ગુણોથી ભરપૂર એરંડાના તેલનો ઉપયોગ કેટલાય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં કરવામાં આવે છે. તેને કેસ્ટર ઓઇલના નામથી પણ ઓળખવામાં આવે છે. સ્વાસ્થ્યવર્ધક રહેવા માટે મોટાભાગે લોકો ઘરેલૂ ઉપચારોની મદદ લે છે. તેના માટે કેટલાય પ્રકારના ઉપાય અજમાવવામાં આવે છે. તેમાંથી એક છે એરંડાનું તેલ. આ કેટલાય પ્રકારના ફાયદા પહોંચાડે છે. ભારતીય રસોડામાં પહેલાથી કેસ્ટર ઓઇલનો ઉપયોગ થતો આવ્યો છે. કેસ્ટર ઓઇલ સ્કિન માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. તેમાં માત્ર ફેટી-એસિડ, મિનરલ્સ અને ન્યૂટ્રીયન્ટ્સ જ નથી પરંતુ એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ફંગલ ગુણ પણ મળી આવે છે જે ખીલને આવતા રોકે છે. ત્યારે તેના ઉપયોગથી વાળ પણ ભરાવદાર અને ચમકદાર બને છે. આ સાથે જ મજબૂત પણ થાય છે. જાણો, આ તેલ કેવી રીતે ફાયદાકારક છે.
ખીલને દૂર કરશે
એરંડાનું તેલ સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. ડ્રાય સ્કિનમાં તેના ઉપયોગથી નમી જળવાઇ રહે છે. આ ઉપરાંત આ ચહેરા પર ચમક લાવે છે. તેમાં રહેલ રિસિનોલિક એસિડ ખીલમાં વિકસતા બેક્ટેરિયાને અટકાવવામાં ઉપયોગી બની શકે છે. ત્યારે આ ડાઘ-ધબ્બાને પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે જેનાથી ચહેરો ગ્લોઈંગ દેખાઇ આવે છે.
વાળને ચમકદાર બનાવશે
કેસ્ટર ઑઇલ એટલે કે એરંડાનું તેલ વાળ માટે પણ ખૂબ જ ઉપયોગી થાય છે. આ મોઇશ્ચરાઇઝર અને કન્ડીશ્નર તરીક પણ કામ કરે છે. એવામાં તેનો ઉપયોગ વાળને સ્વસ્થ બનાવે છે અને તેને તૂટવાથી બચાવે છે. આ સાથે જ આ વાળમાં ચમક પણ લાવે છે.
કબજિયાતમાં ફાયદાકારક
કબજિયાતની સમસ્યા સામાન્ય સમસ્યા છે. કેસ્ટર ઓઇલ કબજિયાત અને પેટની અન્ય સમસ્યાઓમાં ફાયદો પહોંચાડે છે. જો કે તેનું સેવન ડૉક્ટરની સલાહ પર જ કરવું જોઇએ.
પેટનો દુખાવો દૂર કરશે
એરંડાનું તેલ પેટના દુખાવા અને પેટમાં થતાં ગેસની સમસ્યામાં પણ રાહત પહોંચાડે છે. એટલા માટે એરંડાના તેલના થોડાક ટીપાં હુંફાળા ગરમ કરી લો અને તેના વડે હળવા હાથેથી પેટની માલિશ કરો. આરામ મળશે.