તમારી કાર પણ સનરુફ વાળી છે? આવી ભૂલ ના કરતાં નહીંતર થશે ખિસ્સાં ખાલી થઈ જાય તેટલો દંડ
તાજેતરમાં જ એક કેસ કેસમાં કારનું સનરુફ ખોલીને બહાર નીકળી સ્ટંટ અને ડાન્સ કરવા બદલ પોલીસે રૂ.26,000નો દંડ ફટકાર્યો હતો
ટ્રાફિક પોલીસે મોટર વાહન અધિનિયમની કલમ 184 (F) ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને રસ્તા પર સન રૂફમાંથી બહાર નીકળતા લોકો પર 1,000 રૂપિયાનો દંડ વસૂલવાનું શરૂ કર્યું છે
Envato |
હાલમાં કારમાં સનરૂફનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, તેની સાથે જ લોકો કારનું સનરૂફ ખોલીને રસ્તાની વચ્ચે ડાન્સ કરતા પણ જોવા મળે છે. પરંતુ તાજેતરના એક કિસ્સામાં એક વ્યક્તિ કારનું સનરૂફ ખોલીને સ્ટંટ બતાવવા ભારે પડી ગયા હતા. હાલમાં જ નોઈડાના સેક્ટર 18માં એક વ્યક્તિ રોડ પર દોડતી કારનું સનરૂફ ખોલીને સ્ટંટ કરી રહ્યો હતો, જેના કારણે ટ્રાફિક પોલીસે કારના માલિકને 26,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
મળતી માહિતી મુજબ, 16 ઓગસ્ટના રોજ એક યુઝરે સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સફેદ રંગની મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારના સનરૂફમાંથી બહાર નીકળી રહ્યો હતો. રસ્તાની વચ્ચે થઈ રહેલા સ્ટંટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ ઘટના નોઈડા સેક્ટર 18ની છે, જ્યાં મંગળવારે સ્વિફ્ટ કારમાં સવાર કેટલાક લોકો આ પ્રકારનો સ્ટંટ કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર આ વીડિયોની નોંધ લઈને નોઈડા ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વાહનની ઓળખ કરી અને 26,000 રૂપિયાનું ચલણ જારી કર્યું. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ કારના સનરૂફમાંથી બહાર આવ્યો છે અને તે સંપૂર્ણપણે ઝૂલી રહ્યો હતો. રસ્તાની વચ્ચે ચાલતી કારમાં આવો સ્ટંટ ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે. આ દરમિયાન અન્ય એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો.
નોઈડા ટ્રાફિક પોલીસે દિલ્હીના રહેવાસી કાર માલિક મહેશ પાલ વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની વિવિધ કલમો હેઠળ ચલણ જારી કર્યા છે. જેમાં ખતરનાક રીતે વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન પહેરવો, ઈન્ડીકેટર વગર લેન બદલવી, જાહેર સ્થળે પરવાનગી વગર વાહન ચલાવવું, કલમ 3 અને 4ના નિયમોના ઉલ્લંઘન જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. આ તમામ નિયમોના ભંગના કિસ્સામાં ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
નિયમ શું કહે છે:
બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે દરરોજ માર્ગ અકસ્માતો થાય છે. જો કે મોટર વ્હીકલ એક્ટમાં લોકોની બેદરકારીને રોકવા માટે કડક જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં કલમ-188નો પણ સમાવેશ થાય છે. પરંતુ ડ્રાઇવરોમાં શિસ્તના અભાવને કારણે, સરકારે 2019 માં મોટર વાહન અધિનિયમની ઘણી જોગવાઈઓ બદલવાનો નિર્ણય કર્યો અને ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા.
મોટર વ્હીકલ એક્ટ 1988 નિયમોના ઉલ્લંઘન માટે દંડની સાથે ટ્રાફિક વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા પ્રદાન કરવા માટે ઘડવામાં આવ્યો હતો. આ અધિનિયમ તમામ પ્રકારના મોટર વાહનોને આવરી લે છે અને તેમાં લાઇસન્સ, મોટર વાહનોની નોંધણી, ટ્રાફિક વ્યવસ્થાપન, મોટર વીમો, જવાબદારીઓ વગેરે, નિયમો અને દંડ વગેરેને લગતી જોગવાઈઓનો સમાવેશ થાય છે.
કલમ-184 શું છે:
મોટર વ્હીકલ એક્ટની કલમ 184 મુખ્યત્વે "ખતરનાક ડ્રાઇવિંગ" સાથે સંબંધિત છે. કલમ 184 એમવી એક્ટ મુજબ, જો તમે નિર્ધારિત સ્પીડ કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા, અન્ય વાહનો અથવા રસ્તા પર રાહદારીઓના જીવન માટે જોખમ અથવા અસુવિધા પેદા કરતા જોવા મળો તો તમને ઓછામાં ઓછા 5000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આ ઉપરાંત, જો તમારી અવિચારી ડ્રાઇવિંગ કરી રસ્તા પર અન્ય લોકોના જીવનને જોખમમાં મુકો છો તો કાયદામાં ઓછામાં ઓછી 1 વર્ષની સજાની જોગવાઈ છે. જો તમે ત્રણ વર્ષની અંદર ફરીથી આવું કરતા પકડાઈ જાઓ છો, તો તમને 2 વર્ષ સુધીની કેદ અથવા રૂ. 10,000 કે તેથી વધુ દંડ અથવા બંને સાથે સજા થઈ શકે છે. કલમ 184 ગુનો કરતી વખતે વાહનની ભૌગોલિક સ્થિતિ, હવામાનની સ્થિતિ અને ટ્રાફિકની સ્થિતિને પણ ધ્યાનમાં લે છે.
આ ભૂલો પર કલમ-184 લાગુ થશેઃ
-જમ્પિંગ રેડ લાઇટ સિગ્નલ.
- ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલ ફોન અથવા અન્ય કોઇ હેન્ડહેલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરવો.
- ટ્રાફિક અધિકારીઓ દ્વારા વાહન રોકવામાં ન આવે. ખોટી રીતે વાહનોને ઓવરટેક કરવા.
- ટ્રાફિકની વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવું.
- બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને અન્ય લોકોના જીવનને જોખમમાં મૂકવું.
શું સનરૂફના ઉપયોગ માટે ચલણ કાપવામાં આવશે?
મોટર વ્હીકલ એક્ટ સ્પષ્ટપણે 'સનરૂફ' શબ્દનો ઉલ્લેખ કરતું નથી, પરંતુ બેફામ રીતે ડ્રાઇવિંગ કરવા અથવા અન્યના જીવનને જોખમમાં મૂકવા માટે કડક જોગવાઈ કરે છે. ટ્રાફિક પોલીસે મોટર વાહન અધિનિયમની કલમ 184 (F) ના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને રસ્તા પર સન રૂફમાંથી બહાર નીકળતા લોકો પર 1,000 રૂપિયાનો દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. જેમ કે તમે તાજેતરના નોઈડા કેસમાં જોયું છે.
આ ઉપરાંત, તાજેતરમાં કોલકાતા ટ્રાફિક પોલીસે પણ આવા જ કેસમાં સનરૂફ માંથી બહાર નીકળવા બદલ 1,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મતલબ કે દેશમાં ગમે ત્યાં આ રીતે નિયમનું ઉલ્લંઘન કરવા બદલ દંડ થઈ શકે છે. વાસ્તવમાં, ટ્રાફિક નિયમો અનુસાર, આ પ્રકારનું કૃત્ય અવિચારી ડ્રાઇવિંગ અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકવાની શ્રેણીમાં આવે છે. તેથી હવે જ્યારે તમે સનરૂફ ખોલીને બાહર બહાર નીકળો ત્યારે તમારે ચેતવું જોઈએ.