વાળમાં તેલ લગાવતી વખતે થઇ શકે છે નુકસાન?


- વાળને મજબૂત બનાવવા માટે સ્કેલ્પમાં તેલ લગાવવાની સલાહ

- ગંદા અને ઓઈલી વાળમાં તેલ લગાવવાથી સ્કેલ્પના છિદ્રો થઇ શકે છે બંધ

- તેલ લગાવ્યા બાદ વાળને ઝડપથી ન બાંધવા

- વાળમાં જયારે ડેંડ્રફ હોય ત્યારે તેલ લગાવવું જોઈએ નહિ

વાળને મજબૂત બનાવવા માટે સ્કેલ્પમાં તેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. આજકાલ દરેક લોકોને વાળની સમસ્યાઓથી પરેશાન રહેતા હોય છે. કોઈના વાળ ખરતા હોય તો કોઈ વાળની સફેદીથી પરેશાન હોય છે. ત્યાં જ કેટલાક લોકો વાળ પાતળા અને સુકા વાળ થવાથી પરેશાન હોય છે. આ બધી જ સમસ્યાઓના નિરાકરણ માટે વાળમાં તેલ લગાવવાને બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ ,તેલ લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. નહીંતર વાળમાં  ફાયદાને બદલે નુકસસં થશે. જો વાળમાં યોગ્ય રીતે તેલ ન લગાવવામાં આવે તો વાળ તૂટવા અને ખરવા લાગે છે.

તો જાણીએ કે વાળમાં તેલ લગાવવાની સાચી રીત કઈ છે?

વાળ પહેલેથી જ ઓઈલી હોય તો?

ઘણી વાર આપણે અઠવાડિયાના છેલ્લા દિવસોમાં તેલ લગાવતા હોઈએ છીએ. જેથી બીજા દિવસે વાળને ધોઈ શકાય. પણ તમારા વાળ પહેલેથી જ ઓઈલી અને ચીકાશ પડતા છે તો તેલ લગાવવાથી બચો. કારણ કે ગંદા અને ઓઈલી વાળમાં તેલ લગાવવાથી સ્કેલ્પના છિદ્રો બંધ થઇ શકે છે. જેનાથી ગંધકી અને ધૂળ-માટી જામવા લાગે છે.

તેલ લગાવ્યા બાદ ભૂલથી વાળમાં ન અડાડવો કાંસકો

વાળમાં તેલ લગાવ્યા બાદ , વાળ ઓળવાને બદલે, પહેલા તેને યોગ્ય રીતે ઓળી લો. પછી એ ઓળેલા વાળમાં તેલ લગાવો. કારણ કે વાળમાં તેલ લગાવ્યા પછી સ્કેલ્પ ફૂલી જાય છે. જેનાથી વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. આ નિયમ ભીના વાળમાં પણ લાગુ પડે છે. ભીના વાળમાં ક્યારેય કાંસકો કરવો જોઈએ નહિ. જેનાથી વાળ ઝડપથી તૂટવા લાગે છે.

તેલ લગાવ્યા બાદ વાળને બાંધવા

મોટાભાગની છોકરીઓ વાળમાં તેલ લગાવ્યા બાદ તેને ઝડપથી બાંધી દેતી હોય છે.જેનાથી વાળ ખરે નહિ. પણ વાળને ઝડપથી બાંધવાથી વાળ કમજોર થઈને તૂટવા લાગે છે. કારણ કે, તેલ લગાવ્યા બાદ વાળ સંવેદનશીલ થઇ જાય છે. એટલે વાળને ઝડપથી બાંધવા ન જોઈએ.

આખી રાત વાળમાં તેલ લગાવીને ન રાખવું જોઈએ

ઘણીવાર વાળમાં રાત્રી દરમિયાન તેલ લગાવીને સવારે વાળ ધોવાની સલાહ આપવામાં આવે છે. પણ આવું કરવાથી વાળના છિદ્રો બંધ થવા લાગે છે. તેથી વાળમાં રાત્રે તેલ લગાવઅને બદલે વાળ ધોવાના અમુક સમય પહેલા જ તેલ લગાવવું. જેથી વાળમાં ગંદા ધૂળ અને માટીવાળા ન થઇ જાય.

વાળમાં જયારે ડેંડ્રફ હોય ત્યારે તેલ લગાવવું જોઈએ નહિ

જો તમારા વાળમાં ડેન્ડ્રફ છે તો વાળમાં તેલના લગાવવું જોઈએ. તેની જગ્યા એ તમે  હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. જેનાથી ડેન્ડ્રફ દૂર થઇ શકે. તેલ લગાવવાથી વાળની સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે.

City News

Sports

RECENT NEWS