ત્વચા પરના ડાઘ, ધબ્બાની સમસ્યાઓ દૂર કરવા માટે બેસ્ટ છે કપૂર
અમદાવાદ, 16 મે 2019, ગુરુવાર
ચહેરાની કે શરીરના કોઈપણ ભાગ પર ડાઘ, ઘાના નિશાન થાય તો યુવક હોય કે યુવતી તેની ચિંતા વધી જાય છે. બેદાગ અને સુંદર ત્વચા દરેક વ્યક્તિને ગમે છે. પરંતુ ત્વચાની જાળવણીમાં જ્યારે બેદરકારી દાખવવામાં આવે તો ગંભીર નુકસાન થઈ શકે છે. ત્વચાની આવી સમસ્યાઓ માટે કપૂરનો ઉપયોગ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. ત્વચાની સમસ્યાઓ માટે કપૂર અને નાળિયેરના તેલનું મિશ્રણ શ્રેષ્ઠ દવા છે.
શરીરની પ્રભાવિત ત્વચા પર કપૂર અને નાળિયેર તેલના મિશ્રણથી મસાજ કરવી. આ તેલ ત્વચાની બળતરા પણ દૂર કરે છે. આ ઉપરાંત જો પેટમાં દુખાવો થાય તો પણ અજમા સાથે કપૂરને પાણીમાં ઘોળી પીવાથી આરામ મળે છે.
શરદી અને ઉધરસ હોય તો કપૂરને સુંધવાથી લાભ થાય છે.
એડીમાં થતા ચીરાને મટાડવા માટે કપૂર શ્રેષ્ઠ દવા છે. હુંફાળા પાણીમાં કપૂર ઉમેરી અને તે પાણીમાં 15 મિનિટ સુધી પગ બોળી રાખવા. નિયમિત આ ઉપાય કરશો એટલે એડીની સમસ્યા દૂર થઈ જશે.
ઉનાળામાં ત્વચા પર લાલ નિશાન થઈ જતા હોય છે. તેને દૂર કરવા કપૂરમાં થોડુ પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવો અને પ્રભાવિત જગ્યા પર લગાવો. 10 મિનિટ બાદ તેને સાફ કરી દો.
વાળ ખરવાની સમસ્યા હોય તે કપૂરને વાળમાં નાંખવાના તેલમાં ઉમેરી અને મસાજ કરવી. નિયમિત આ તેલ નાખવાથી ખરતા વાળ અટકે છે.
સાંધાના દુખાવમાં કપૂરના તેલનો ઉપયોગ કરવો, સ્નાયૂની સમસ્યા હોય તેમાં પણ કપૂરનું તેલ રાહત આપે છે.