Get The App

હેર કલર અને તડકો બંને વધારે છે સ્કિન એલર્જી, આ રીતે બચો સમસ્યાથી

Updated: Nov 6th, 2019

GS TEAM

Google News
Google News
હેર કલર અને તડકો બંને વધારે છે સ્કિન એલર્જી, આ રીતે બચો સમસ્યાથી 1 - image


નવી દિલ્હી, 6 નવેમ્બર 2019, બુધવાર

પ્રદૂષણ અને રહેણીકરણીમાં થયેલા ફેરફારના કારણે ત્વચા રોગથી પીડાતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. એક અધ્યયન અનુસાર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 10માંથી 7 લોકો ચામડીના રોગથી ત્રસ્ત છે. તેમાં મોટાભાગની બીમારીઓ જાણકારીના અભાવના કારણે થાય છે. 

પરસેવાથી વધે છે ત્વચા રોગ

ત્વચાના મોટાભાગના રોગ પરસેવો થવાથી થાય છે. સાથળ, બગલ જેવી જગ્યાઓએ પરસેવો થવાથી એલર્જી થાય છે. શરૂઆતમાં અહીં ત્વચા કાળી પડવી, લાલાશ અને લાલ ચકામા થાય છે. ધ્યાન આપવામાં ન આવે તો ખંજવાળ, એલર્જી કે બળતરા થાય છે. નાના બાળકો, દૂધ પીતા નવજાતમાં અળાઈ કે ફોલ્લી પણ જોવા મળે છે. તેમના માટે પાવડરનો ઉપયોગ કરવો અને તેમની ત્વચા ભીની ન રહે તેનું ધ્યાન રાખવું.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

આવા લોકોને વધારે થાય છે સમસ્યા

ઉનાળામાં હાઈપોથાયરોયડના દર્દીઓ અને હેર કલર કરતા લોકોમાં ત્વચા રોગ અને સન એલર્જી વધે છે. થાયરોયડમાં ત્વચા ડ્રાય અને પાતળી થઈ જાય છે. હેર કલરમાં પૈરાફિનાયલ ડાયમીન નામનું તત્વ હોય છે જેનાથી એલર્જી થાય છે અને તડકો લાગવાથી પણ આ લોકો ત્વચાની સમસ્યા થાય છે. તેમાં ત્વચામાં ખંજવાળ આવે છે અને સ્કીન લાલ થઈ જાય છે. 

અલ્ટ્રાવાયલેટ કિરણોથી વધે છે સમસ્યા

અલ્ટ્રાવાયલેટ કિરણો અને પ્રદૂષણથી એલર્જી સામાન્ય વાત થઈ ચુકી છે. તેનાથી કરચલીઓ ઝડપથી વધે છે અને ચહેરાની પ્રાકૃતિક ચમક પણ ઘટી જાય છે. કેટલાક લોકોમાં ત્વચાનું કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. તડકામાં નીકળતા પહેલા શરીર ઢંકાય તેવા કપડા પહેરવા અને દુપટ્ટો બાંધવો. ત્વચા ડ્રાય હોય તો સાબુ કે હાર્ડ ફેસવોશ ન વાપરવો. દિવસમાં સનસ્ક્રીન 2,3 વાર લગાડવું. 

જાતે દવા ન કરો, નિષ્ણાંતને મળો

ઢીલા, સાફ અને સુતરાઉ કપડા પહેરો. સવારે અને સાંજે સ્નાન કરો. બીજાને કપડા પહેરવા ન આપો. બજામાં મળતા ક્રીમમાં સ્ટેરોયડ હોય છે જે ઈંફેકશનને થોડા સમય માટે દબાવે છે પરંતુ તેને મટાડી શકતા નથી. તેથી જાતે કોઈ દવા કરવી નહીં નિષ્ણાંતની જ મદદ લેવી.


Tags :