Get The App

અક્ષય કુમારના ઘરે આવતાં દૂધનો ભાવ છે.....!!!

Updated: Aug 28th, 2019

GS TEAM

Google News
Google News
અક્ષય કુમારના ઘરે આવતાં દૂધનો ભાવ છે.....!!! 1 - image

બોલિવૂડના લોકો લક્ઝુરિયસ વસ્તુઓ ખરીદવાની સાથે જ ખાણી-પીણીમાં બહુ ધ્યાન રાખે છે એ વાત પણ બહુ પ્રચલિત છે. આ બધા કલાકારોમાં અક્ષય કુમાર પોતાની હેલ્થને લઈને વધારે જાગૃત છે એ વાત એના ઘરે આવતા દૂધના ભાવ પરથી જાણી શકાય છે.


તમારા ઘરમાં કદાચ 50 થી 60 રૂપિયે લીટર દૂધ આવતું હશે પરંતુ અક્ષય કુમારના ઘરે આવતા દૂધની કિંમત ૯0 રૂપિયા પ્રતિ લીટર છે. જી હા આ દૂધ ગાયનું જ છે પરંતુ તે ગાયને ખોરાકમાં એવી ખાસ વસ્તુઓ આપવામાં આવે છે જેનાથી તેનું દૂધ વધારે પૌષ્ટિક હોય છે.

આ ગાયોને આરઓનું પાણી પીવડાવાય છે અને તેમના રહેવાની જગ્યા પણ સાફ રાખવામાં આવે છે. ઉનાળામાં ગાય માટે એસી રૂમ પણ બનાવાયા છે. સમય-સમયે ગાયની હેલ્થ તપાસ પણ કરવામાં આવે છે અને જો ગાયની તબિયત બગડી હોય તો તેનું દૂધ ગ્રાહકોને નથી મોકલવામાં આવતું.

અક્ષય કુમારના ઘરે આવતાં દૂધનો ભાવ છે.....!!! 2 - image

આ દૂધ માત્ર વીઆઈપી લોકોને જ આપવામાં આવે છે. આ ગાયનું દૂધ હેલ્ધી છે એવી ખાતરી તેમને અપાતા લીલા શાકભાજીથી પણ થાય છે. ગાયનું દૂધ કાઢવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અને કાઢ્યા પછીના એક-બે કલાકમાં જ તેને લોકોના ઘરે પહોંચાડી દેવામાં આવે છે. આવા હેલ્ધી દૂધને લીધે જ અક્કીની હેલ્થ સારી રહે છે, શું કહો છો?