Get The App

જાયફળના 4 ચમત્કારિક ફાયદા, લીવર સાફ કરવા અને સારી ઊંઘમાં મદદગાર

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
જાયફળના 4 ચમત્કારિક ફાયદા, લીવર સાફ કરવા અને સારી ઊંઘમાં મદદગાર 1 - image


Benefits Of Nutmeg: જાયફળ અથવા નટમેગ એક એવો મસાલો છે, જે સ્વાદ અને સુગંધની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે પણ ઔષધિ જેવું કામ કરે છે. જાયફળ ખાસ કરીને લીવર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાચનમાં સુધારો કરવાની સાથે-સાથે જાયફળને સારી ઊંઘ અને મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

જાયફળના 4 ચમત્કારિક ફાયદા

- જાયફળ ડાયઝેશન સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે. તેને ડાયટમાં સામેલ કરવાથી ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે. આ સાથે-સાથે તે લીવરને ડિટોક્સ કરવામાં પણ મદદરૂપ થાય છે.

- જાયફળમાં દુ:ખામાં રાહત આપવાનો ગુણ હોય છે. તેને ખાવાથી સ્નાયુઓ અને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

આ પણ વાંચો: કોવિડ વેક્સિનના કારણે લોકોને અચાનક આવી રહ્યા છે હાર્ટઍટેક? AIIMS-ICMRની સ્ટડીમાં થયો ખુલાસો

- જાયફળમાં એવા તત્વો હોય છે જે મેન્ટલ હેલ્થને સુધારવામાં મદદ કરે છે. તે તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

- જાયફળનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. જે લોકો અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તેમને જાયફળના સેવનથી ફાયદો મળી શકે છે.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. આ સમાચાર લખવામાં અમે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. જો તમે તમારા સ્વાસ્થ્યને લગતું કંઈપણ ક્યાંય વાંચ્યું હોય, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી.

Tags :