બાળકમાં શરૂઆતથી હશે આ sleeping habits તો નહીં કરવા પડે ઉજાગરા
નવી દિલ્હી, 29 મે 2019, બુધવાર
નવજાત બાળક શરૂઆતના મહિનાઓમાં તેની માતા પાસે સુવા માટે ટેવાયેલું હોય છે. જો કે જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ તેને માતાપિતા અલગ સુવડાવવા પ્રયત્ન કરે છે પરંતુ બાળક તેના માટે તૈયાર હોતું નથી. બાળકને અલગ સુવડાવવા માટે માતા પિતાએ ઉજાગરા પણ કરવા પડે છે. વળી બાળકોમાં નાનપણમાં બેડ ભીનો કરવાની આદત પણ હોય છે જેથી વારંવાર ચેક પણ કરવું પડે છે કે તેણે ભીનું કર્યુ હોય તો તેને સાફ કરો. આમ ત્યારે થાય છે જ્યારે માતા પિતા બાળકની સ્લીપીંગ હેબિટ્સ પર ધ્યાન આપતા નથી. જો નાનપણથી જ બાળકે કેટલીક ટેવ પાડવામાં આવે તો બાળક મોટું થાય ત્યારબાદ માતા પિતાને ઉજાગરા જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
- બાળક નાનું હોય તો પણ તેને પ્રેમથી ગળે લગાડીને સુવાની આદત ન પાડો. આ આદત શરૂઆતમાં તો ગમશે પરંતુ ત્યારબાદ તે માતાપિતાને જ તકલીફ કરાવે છે.
- શરૂઆતમાં બાળક સાથે બેસો તેને પ્રેમથી સુવડાવો પરંતુ ત્યારબાદ ત્યાંથી જતા રહેવું જોઈએ જેથી બાળક પણ આ આદતને સમજી શકે.
- બાળકને માતાપિતા જો ખોળામાં સુવડાવવાની આદત પાડે તો બાળક મોટું થાય ત્યારે આ આદત ખૂબ ખટકે છે.
- બાળકને રાત્રે માલિશ કરવી જેથી તે રિલેક્સ થઈ અને આરામથી સૂઈ જાય.
- જો માતા પિતા મોડે સુધી ટીવી, ઈંટરનેટ પર સમય પસાર કરે તો બાળકને પણ મોડે સુધી જાગવાની આદત પડે છે તેથી બાળકને પહેલાથી જ સમયસર સુવાની આદત પાડો.
- રાત્રે લાઈટ ઓફ કરીને સુવાનું રાખવું જેથી બાળકને પણ લાઈટ વિના સુવાની આદત પડે. કારણ કે અંધારામાં જ ઊંઘ માટે જરૂરી હોર્મોન્સ સક્રીય થાય છે.
- ઘરમાં બાળકને ફાસ્ટ વોલ્યૂમમાં સંગીત સાંભળવાની આદત ન પાડો. આમ કરવાથી રાત્રે તે ડરીને જાગી જશે.