Get The App

નહાવાના પાણીમાં ઉમેરો એક કપ દૂધ, ત્વચા રહેશે બાળક જેવી મુલાયમ

Updated: Feb 10th, 2020

GS TEAM

Google News
Google News
નહાવાના પાણીમાં ઉમેરો એક કપ દૂધ, ત્વચા રહેશે બાળક જેવી મુલાયમ 1 - image


નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

દૂધ પીવાથી થતા લાભ વિશે તો સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે દૂધને નહાવાના પાણીમાં ઉમેરી તેનાથી નહાવાથી પણ અઢળક લાભ થાય છે ? નહાવાના પાણીમાં દૂધ ઉમેરી અને નહાવાથી ત્વચાને એવા લાભ થાય છે જે કોસમેસ્ટિક્સ પ્રોડક્ટના ઉપયોગથી પણ નહીં થાય 

1. જો તમારે મુલાયમ ત્વચા જોઈતી હોય તો એક ડોલ નહાવાના પાણીમાં એક કપ દૂધ ઉમેરી અને તેનાથી રોજ નહાવું. એક સપ્તાહમાં તમારી ત્વચા મુલાયમ થઈ જશે. સાથે જ ડ્રાય ત્વચાની સમસ્યા પણ કાયમ માટે દૂર થશે. 

2. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે જેના નેચરલ ગુણથી ત્વચા પરની ડેડ સ્કીન દૂર થાય છે અને સેલ્સ પણ રિપેર થાય છે. તેનાથી ત્વચા શાઈની દેખાય છે. 

3. ત્વચા પર રેશ કે ખંજવાળની સમસ્યા હોય તો પણ પાણીમાં દૂધ ઉમેરીને નહાવું. તેનાથી સ્કીન ઈરિટેશન દૂર થાય છે. 

4. સ્કીન પર એલોવેરા લગાવવાથી સનબર્નથી રાહત મળે છે. પરંતુ તેની સાથે પાણીમાં દૂધ ઉમેરી નહાવાથી પણ વધારે લાભ થશે. શરીરના સનબર્નના નિશાન પણ ઝડપથી દૂર થાય છે. 

5. રોજ પાણીમાં દૂધ ઉમેરી નહાવાનું શરૂ કરશો તો ત્વચામાં રોનક આવી જશે. ડેડ સ્કીન દૂર થશે અને સેલ્સ પણ રીપેર થઈ જશે. ત્વચા હંમેશા યુવાન દેખાશે. 


Tags :