ચહેરા પરના ખીલ દૂર કરવા તેના પર લગાવો એલચીની પેસ્ટ, આ રીતે બનાવો ફેસપેક
અમદાવાદ, 1 એપ્રિલ 2019, સોમવાર
એલચીનો ઉપયોગ મીઠાઈ બનાવવામાં તેમજ ચા બનાવવામાં સૌથી વધારે કરવામાં આવે છે. આ ઉપરાંત લોકો એલચીને મુખવાસ તરીકે પણ ખાતા હોય છે. પરંતુ આ નાનકડી અને સુગંધી એલચી ત્વચા માટે પણ ફાયદાકારક છે. એલચીનો ઉપયોગ કોસ્મેટિક તરીકે પણ કરી શકાય છે. એલચીનો ઉપયોગ કરી અને ચહેરા પરના ખીલ અને ડાઘને દૂર કરી શકાય છે.
રંગત નિખારવા
એલચીનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે. તેમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે. તેનાથી સ્કીન એલર્જી દૂર થાય છે. એલચીનું સેવન કરવાથી ત્વચામાં કુદરતી નિખાર આવે છે.
હોઠની સુંદરતા વધારવા
ઉનાળો હોય કે શિયાળો હોઠ ફાટવાની સમસ્યા સામાન્ય છે. જો તમારા હોઠ પણ ફાટતા હોય તો એલચીને વાટી તેમાં થોડું માખણ ઉમેરી તેને હોઠ પર લગાવો. એક સપ્તાહ બાદ અનુભવશો કે ફાટેલા હોઠ તમારા માટે ભૂતકાળ બની ગયા છે.
ત્વચા બનશે બેદાગ
રાત્રે એક કે બે એલચી ખાઈ અને સુવાની આદત પાડવી. જો તમે રાત્રે દૂધ પીતા હોય તો તેમાં એલચી પાવડર ઉમેરી અને પીવું. આમ કરવાથી તમને ઊંઘ પણ સારી આવશે અને તેનાથી ત્વચા પણ સુંદર બનશે. સવારના સમયે તમે જોઈ શકશો કે તમારી ત્વચા રિલેક્સ હશે.
આ રીતે બનાવો એલચીનો ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે 1 ચમચી એલચી પાવડર સાથે જરૂર અનુસાર મધ ઉમેરો અને તેને ચહેરા પર ખીલ કે ડાઘ હોય ત્યાં લગાવો. રોજ રાત્રે આ પેસ્ટ ચહેરા પર લગાવવી. સવારે ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. 1 સપ્તાહમાં જ તમને ત્વચાની સુંદરતા વધતી જણાશે.