ઈલિયાનાના 4 બ્યૂટી સીક્રેટ અજમાવો અને મેળવો ત્વચા પર નેચરલ ગ્લો
મુંબઈ, 27 ડિસેમ્બર 2018, ગુરુવાર
ઈલિયાના ડિક્રૂઝ બોલિવૂડની સુંદર અભિનેત્રી છે. બોલિવૂડની ફીટ એન્ડ ફાઈન અભીનેત્રીઓમાંથી એક છે ઈલિયાના. સુંદર ચહેરો અને સ્ટાઈલિશ અદાઓના લાખો ફેન્સ છે. યુવકો જ નહીં પણ યુવતીઓ પણ ઈલિયાનાના ચહેરાના નેચરલ ગ્લોનું સીક્રેટ જાણવા બેતાબ હશે. ઈલિયાના આ સુંદરતા માટે મોંઘા અને કેમિકલયુક્ત બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ નથી કરતી. ઈલિયાના તેની ત્વચાની સુંદરતા માટે સરળ ટીપ્સ ફોલો કરે છે.
ઈલિયાનાનો બ્યૂટી મંત્ર
સુંદર દેખાવા માટે ઈલિયાના કહે છે કે તે ચાર મહત્વના કામ કરે છે. તે દિવસભરમાં 8 9 ગ્લાસ પાણી પીવે છે, સ્ટ્રેસથી દૂર રહે છે, હેલ્ધી ડાયટ ફોલો કરે છે, એક્સરસાઈઝ કરે છે. આ ઉપરાંત તે ક્યારેય ત્વચા માટે કોઈ નવા નુસખા અજમાવતી નથી.
મોશ્ચુરાઈઝર
ત્વચાની સંભાળ લેવા માટે તે સારું મોશ્ચુરાઈઝર વાપરે છે. તેની ત્વચા સેંસિટીવ હોવાથી તે જેલ બેઝ ફેશવોશનો પ્રયોગ કરે છે. જે ડેડ સ્કીનને દૂર કરે છે.
દિવસમાં 2 વાર ચહેરો સાફ કરે છે
ઈલિયાના દિવસમાં 2 વાર ચહેરો સાફ કરે છે. તેનું કહેવું છે કે દરેક વ્યક્તિએ દિવસમાં 2થી 3 વાર સ્કીન સાફ કરવી જોઈએ. તેમાં પણ રાત્રે સૂતા રહેલા ત્વચાને સાફ કરી લેવી જોઈએ.
સોફ્ટ અને ગુલાબી હોઠ
સોફ્ટ અને ગુલાબી હોઠ માટે તે તેની ત્વચાને અનુકૂળ લીપ બામ સાથે રાખે છે અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરે છે. તે ગાલને હાઈલાઈટ કરવા માટે પણ લિપ બામનો ઉપયોગ કરે છે. શૂટિંગ સમયે તે પોતાની સાથે બીબી ક્રીમ રાખે છે, સાથે જ મસ્કારા અને રેડ લિપસ્ટિક લગાવે છે.
હેર કેર
ઈલિયાના માને છે કે વાળને સ્વસ્થ બનાવવા માટે ઓઈલિંગ ખૂબ જરૂરી છે. ઈલિયાના અઠવાડિયામાં 2 વાર વાળમાં તેલથી મસાજ કરે છે. વાળ ધોવા માટે ક્લિયર શેમ્પૂનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તે નિયમિત રીતે હેર સ્પા કરાવે છે.
વર્કઆઉટ અને બ્યૂટી
ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે વર્ક આઉટ ખૂબ જરૂરી છે. ઈલિયાના સૌથી વધારે પિલેટ્સ એક્સરસાઈઝ કરે છે. આ ઉપરાંત તે દિવસમાં 40 મિનિટ સુધી ચાલવાનું પસંદ કરે છે.