જાડી છો કહી બોયફ્રેન્ડએ છોડી દીધી હતી,,, હવે યુવતી બની મિસ ગ્રેસ બ્રિટન 2020
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી 2020, ગુરુવાર
ત્રણ વર્ષ પહેલાં જેન એટકિન નામની યુવતીના બોયફ્રેન્ડએ તે જાડી હોવાના કારણે તેની સાથે બ્રેકઅપ કરી લીધું હતું. તેના બોયફ્રેન્ડએ કહ્યું કે તે ખૂબ જંક ફૂડ ખાય છે, જેના કારણે તે જાડી થઈ ગઈ છે. આટલું કહીને તેણે જેન સાથેનો પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ આ યુવતીએ એવું કંઇક કર્યું છે કે જેને જોઈ બધા લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે.
બ્રેકઅપની જેનના જીવન પર અસર થઈ હતી. તેના મનમાં નિરાશાની લાગણી ઉદ્ભવી હતી. બીજી તરફ તેણે પોતાની જાતને સાબિત કરવાનું પણ નક્કી કરી લીધું. તેણે નક્કી કર્યું કે તે પોતાની લાઈફને બદલી દેશે અને તેના બોયફ્રેન્ડને પણ ભાન કરાવશે.
ત્યારબાદ જેનએ સખત મહેનત કરી અને પોતાનું વજન ઘટાડ્યું. 26 વર્ષીય જેન ઉલ્સબીમાં રહે છે. તેણે હેલ્ધી ડાયટ ફોલો કરવાની સાથે ફિટનેસનું ધ્યાન રાખ્યું. તેણે બે વર્ષમાં પોતાની કાયાપલટ જાતે જ કરી લીધી.
જેનએ સૌથી પહેલા સ્થાનિક સ્તરે થતી સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો. તેમાં તે જીતી ગઈ અને ત્યારબાદ 2018માં મિસ ઈંગ્લેડ સ્પર્ધામાં ભાગ લેવા પહોંચી હતી. જો કે આ સ્પર્ધામાં તે ફાઈનલ સુધી પહોંચી શકી નહીં. તે આ સ્પર્ધામાં રનર અપ રહી. ત્યારબાદ તેણે 75માં મિસ ગ્રેટ બ્રિટન સ્પર્ધામાં ભાગ લીધો અને આ સ્પર્ધામાં તે જીતી ગઈ.