બરફ વર્ષાની મજા માણવી હોય તો જાઓ આ જગ્યાએ ફરવા, ભુલી જશો કુલ્લુ મનાલી
નવી દિલ્હી, 18 ડિસેમ્બર 2019, બુધવાર
શિયાળામાં ફરવાની વધારે મજા આવે છે. મોટાભાગના લોકો ડિસેમ્બરમાં પર્વતીય સ્થળ તરફ ફરવા જાય છે. કારણ કે તેમને બરફ વર્ષાનો આનંદ માણવો હોય છે. આ જ કારણ છે કે દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કુલ્લુ મનાલી અને જમ્મુ કાશ્મીર ફરવા જાય છે. પરંતુ આ સ્થળોએ ભીડ હોવાથી ક્યારેય પ્રવાસની મજા ખરાબ થઈ જાય છે. પરંતુ જો તમારે પ્રવાસની અને બરફ વર્ષાની મજા માણવી હોય તો આ જગ્યાઓ બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે.
આ જગ્યા શાંત અને સુંદર છે. અહીં ભીડ નહીં હોય અને તમને બરફની મજા પણ માણવા મળશે. અહીં એટલા સુંદર નજારા તમને જોવા મળશે કે તમારું મન ખુશ થઈ જશે. પટલિકુહલથી થોડું દૂર આવેલું છે નગ્ગર નામની જગ્યા. અહીં ફરવા લાયક અનેક સ્થળ છે. આ જગ્યા નાની હોવાથી તમને ફરવા માટે વાહનની જરૂર પડશે નહીં. તમે ચાલીને પણ ફરી શકો છો. અહીં બે રાત રોકાવાથી તમે બરફ વર્ષા સહિત શાંતિની અનુભૂતિ કરી શકો છો.
મહેલ
નગ્ગરમાં ફરવા લાયક ઘણુ બધું છે. સૌથી પહેલા આવે છે અહીંનો જૂનો મહેલ. આ મહેલ 500 વર્ષ જૂનો છે. અહીં કિલાનું સંચાલન હિમાચલ પ્રદેશની સરકાર કરે છે. આ મહેલમાં પ્રવાસીઓ માટે રોકાવાની વ્યવસ્થા પણ છે.
આર્ટ ગેલેરી
રુસના મહાન ચિત્રકાર અને કલાકાર નિકોલસ રોરિચ જ્યારે અહીં આવ્યા તો અહીંની સુંદરતા જોઈ મંત્રમુગ્ઘ થઈ ગયા. અહીં આ કલાકારની કૃતિઓ આર્ટ ગેલેરીમાં જોવા મળે છે. ચિત્રકારીના શોખીનો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ગૌરી શંકર મંદિર
નગ્ગરના મહેલથી થોડું દૂર આવેલું છે શિવ પાર્વતીનું એક મંદિર. અહીં ગર્જર પ્રતિહાર વંશની અંતિમ વાસ્તુશિલ્પ સંરચના છે જે બચેલી છે.
જાના ઝરણું
જો તમને પર્વતોનો રોમાંચ પ્રિય હોય તો અહીં નજીક આવેલા ગામમાં જઈ શકો છો. અહીં સુંદર ઝરણા અને પર્વતો જોવા મળશે.
કેવી રીતે પહોંચવું
નગ્ગર પહોંચવા માટે સૌથી સરળ રોડ માર્ગ છે. દિલ્હીથી હિમાચલની બસમાં બેસી તમે અહીં જઈ શકો છો. અહીં ટેક્સી, બસ અને કારની સુવિધાઓ મળે છે. દિલ્હીથી અહીં પહોંચતા 10 કલાક લાગે છે.