Get The App

ટી બેગની ચા બનાવ્યા બાદ ટી બેગને ફેંકશો નહીં, તેનો આ કામમાં ઉપયોગ કરો

- જાણો, એકવાર વપરાશમાં લીધેલા ટી બેગનો શું ઉપયોગ હોઇ શકે છે?

Updated: Jul 10th, 2020

GS TEAM

Google News
Google News
ટી બેગની ચા બનાવ્યા બાદ ટી બેગને ફેંકશો નહીં, તેનો આ કામમાં ઉપયોગ કરો 1 - image

નવી દિલ્હી, તા. 10 જુલાઇ 2020, શુક્રવાર 

ચા તો તમે પીતા જ હશો. ચા વિના તો ઘણા બધા લોકોની સવાર જ નથી પડતી. કેટલાક લોકોને દિવસભરમાં કેટલીયવાર ચા પીવાની આદત હોય છે. જો કે વધારે ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. કેટલાક ઘરમાં અથવા તો ખાસકરીને ઓફિસમાં ચા માટે ટી બેગનો ઉપયોગ થાય છે. ગરમ પાણી અથવા દૂધવાળા ગરમ પાણીમાં સુગર મિક્સ કરીને ટી બેગ નાંખી ને ત્યાં ચા તૈયાર...એકવાર ટી બેગનો ઉપયોગ કર્યા બાદ તે ટી બેગ બેકાર બની જાય છે અને તેને ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે એકવાર ઉપયોગમાં લેવાયેલા ટી બેગ્સ પણ ઘણા કામમાં આવે છે. જાણો, આ બેકાર ટી બેગ્સનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો..? 

ગંદા વાસણોને સાફ કરવામાં 

ગંદા વાસણો સાફ કરવાનું કામ મુશ્કેલીભર્યુ હોય છે. પરંતુ આ ટી બેગ્સની મદદથી આ કામ સરળ બની જાય છે. તેના માટે તમારે કરવાનું બસ એટલું જ છે કે ગંદા વાસણોમાં ગરમ પાણી નાંખો અને તેમાં ઉપયોગમાં લીધેલું નકામું ટી બેગને તે વાસણોમાં રહેવા દઇને આખી રાત મુકી રાખો.. સવારે ઉઠીને વાસણ સાફ કરો, ખરાબમાં ખરાબ ડાઘ સાફ થઇ જશે. 

ફ્રિઝમાંથી દૂર્ગંધ દૂર કરવામાં 

ઘણીવાર આપણા ઘરમાં રેફ્રિઝરેટરમાંથી દૂર્ગંધ આવવા લાગે છે. જો ફ્રિઝ લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે અથવા તો તેમાં કેટલાય દિવસો સુધી કોઇ ખાદ્ય પદાર્થ રાખવામાં આવ્યો છે તો તેમાંથી દૂર્ગંધ આવવા લાગે છે. એવામાં આ ઉપયોગમાં લેવાયેલા ટી બેગ્સને રેફ્રિઝરેટરના કોઇ ખૂણામાં રાખી દો. દૂર્ગંધ દૂર થઇ જશે. 

મોઢામાં ચાંદા પડવાની સમસ્યામાં આરામ

ઘણીવાર વાયરલ સંક્રમણથી, કંઇક આડુઅવળુ ખાવાથી અથવા અન્ય કારણોથી મોઢામાં ચાંદા પડવાની સમસ્યા પેદા થઇ શકે છે. એવામાં ઉપયોગમાં લેવામાં આવેલા ટી બેગને ફ્રિઝમાં ઠંડું થવા માટે મુકી દો. ત્યારબાદ તેને મોઢામાં જ્યાં ચાંદા થયા હોય ત્યાં મુકો. આમ કરવાથી મોઢામાંના ચાંદાથી છૂટકારો મળે છે.

એર ફ્રેશનરના રૂપમાં 

ટી બેગ્સનો એર ફ્રેશનરની જેમ પણ ઉપયોગ કરી શકાય છે. ઉપયોગમાં લેવામાં આવેલ ટી બેગને તડકામાં સુકવી દો અને ત્યારબાદ તેમાં કોઇ પણ મનગમતી સુગંધવાળા તેલના થોડાક ટીપાં તેમાં નાંખો. હવે તેને કોઇ રૂમમાં, હૉલમાં અથવા બાથરૂમમાં જ્યાં ઇચ્છો ત્યાં લટકાવી દો, તેમાંથી ખુશ્બૂ આવતી રહેશે.

આ પ્રકારે તમે ઉપયોગમાં લીધેલા ટી બેગ્સનો પણ કેટલીય રીતે ઉપયોગ કરી શકો છો. તો હવેથી જ્યારે પણ તમે ટી બેગવાળી ચા પીઓ ત્યારે ચા એંંઠી કરતા પહેલા ટી બેગની ચા બનાવીને ટી બેગ બહાર નિકાળી લો અને જણાવવામાં આવેલી પદ્ધતિઓ માટે ઉપયોગમાં લો. 

Tags :