કેરી ખાતા સમયે આ 5 વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે અસર
Avoid These Mistakes While Eating Mango: ઉનાળાની ઋતુ આવતાની સાથે જ કેરી સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. બહુ ઓછા લોકો એવા હશે જેમને કેરી ખાવાનો શોખ નથી, પરંતુ શું તમે જાણો છો કે જો કેરી યોગ્ય રીતે ન ખાવામાં આવે તો તેને ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ન્યૂટ્રિશનિસ્ટના મતે, દરેક વ્યક્તિએ સિઝનલ ફળોનું સેવન કરવું જોઈએ, પરંતુ તેમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીતર નુકસાન પહોંચી શકે છે.
1. કેરી ખાતા પહેલા તેને 3-4 કલાક પાણીમાં પલાળો
ઉનાળાની ઋતુમાં કેરી આવતી હોવાથી તેની તાસીર પણ ગરમ હોય છે. હવે એવામાં, જો તમે કેરી સીધી ખરીદીને અથવા ઝાડ પરથી તોડીને ખાઓ છો, તો તમને કબજિયાત અને અપચો જેવી પેટની સમસ્યાઓ થઈ શકે છે. આથી તેનાથી બચવા કેરી ખાતા પહેલા તેને 3-4 કલાક પાણીમાં પલાળી રાખવી જોઈએ.
2. વધારે પડતી કેરીઓ ન ખાઓ
કેરી મર્યાદિત માત્રામાં ખાવી જોઈએ, નહીંતર ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. તમારે દિવસમાં 2 - 3 થી વધુ કેરી ન ખાવી જોઈએ કારણ કે તે એક ગરમ ફળ છે જે તમારા સ્વાસ્થ્ય તેમજ તમારી સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે. વધુ પડતી કેરી ખાવાથી ચહેરા પર ખીલ થઈ શકે છે.
3. પાચનતંત્ર નબળું પાડે છે
વધુ પડતી કેરી ખાવાથી તમારી સ્કીન તેમજ તમારા પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. આના કારણે, તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેમ કે ઝાડા.
4. ખાલી પેટે કેરી ખાવી
કેરી ક્યારેય ખાલી પેટ ન ખાવી જોઈએ. કારણ કે કેરીમાં ફાઇબર અને સુગરનું પ્રમાણ વધુ હોય છે જે પાચનતંત્રને નબળું પાડી શકે છે. જેના કારણે એસિડિટી અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો: ગરમીમાં ગોળનું પાણી પીવાના મબલખ ફાયદા, શરીરને કુદરતી રીતે ઠંડુ રાખશે!
5. ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવાનું ટાળવું જોઈએ
ડાયાબિટીસના દર્દીઓ માટે કેરી હાનિકારક છે, કારણ કે કેરીમાં નેચરલ સુગરની માત્રા વધુ હોય છે જેના લીધે તે બ્લડ સુગર લેવલ વધારે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવાનું ટાળવું જોઈએ.