સ્કિન માટે વરદાન છે આર્ગન ઑઇલ...
- જાણો, આર્ગન ઓઇલથી થતાં ફાયદાઓ વિશે
અમદાવાદ, તા. 11 માર્ચ 2018, રવિવાર
ગરમીઓમાં ત્વચાની વધારે દેખરેખ રાખવાની જરૂર હોય છે. એવામાં તમે આર્ગન ઓઇલનો ઉપયોગ કરી શકો છો. આર્ગન ઓઇલ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. વિટામિન-ઈ અને ફેટી એસિડથી ભરપૂર આ ઑઇલ તમારી સ્કિન અને વાળ માટે પણ ઘણી લાભદાયી છે. આ ઑઇલના કેટલાય ફાયદા છે. આર્ગન ઓઇલ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. આ તેલમાં વિટામિન ઇ, એન્ટી ઑક્સિડેન્ટ અને ઓમેગા ફેટી એસિડ્સ રહેલું હોય છે.
એક નિષ્ણાંત અનુસાર, આર્ગન ઓઇલ તમારી ત્વચા માટે સૌથી શ્રેષ્ઠ સુપરફૂડ છે. જો તમને તમારી ત્વચા ખૂબ જ ઑઇલી લાગે છે તો આ તેલ ખૂબ જ લાઇટ હોય છે. ત્વચા તેને ઝડપી શોષી લે છે.
આર્ગન તેલ અલ્ટ્રા-હાઇડ્રેટિંગ અને પ્રાકૃતિક છે. જે તમારી એક્સટ્રા ડ્રાઇ અને ડેમેજ સ્કિનને સરળતાથી ઠીક કરે છે અને ખૂબ જ ઝડપી શોષી લે છે. તેનાથી તમારી ત્વચામાં બળતરા પણ નથી થતી અને આ સાથે જ તેમાં એક્ઝિમા, સોરાયસિસ, સોજો, અને રોજેસિયા જેવા સ્કિનના રોગને નિયંત્રિત કરવાની શક્તિ હોય છે.
આર્ગન ઓઇલ, વિટામિન-ઇ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે, જે ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે. આ ક્ષતિગ્રસ્ત ત્વચા માટે ઉત્કૃષ્ટ હોય છે, કારણ કે તેનાથી ત્વચાને પોષણ મળે છે જે ભવિષ્યમાં ત્વચા પર થતી બળતરાને ઓછી કરવામાં મદદ કરે છે.