mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શું તમે પણ છો ઓવર થિંકિંગના શિકાર? તો આ આદતો સુધારવા માટેની જાણી લો ટિપ્સ

Updated: Feb 1st, 2024

શું તમે પણ છો ઓવર થિંકિંગના શિકાર? તો આ આદતો સુધારવા માટેની જાણી લો ટિપ્સ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

ટેન્શન ફ્રી લાઈફ જીવતા લોકોનો ફંડા જ હોય છે અર્થ વિનાની વાતો પર વધુ મગજ દોડાવવુ નહીં તો બીજી તરફ એક કેટેગરી હોય છે ઓવર થિંકર્સની જે કોઈ પણ વસ્તુ વિશે ખૂબ વધુ વિચારવા લાગે છે. જેની અસર તેમના માનસિક આરોગ્ય પર પડે છે. માનસિક આરોગ્યનું કનેક્શન આપણા શારીરિક આરોગ્યથી હોય છે. કહેવાનો અર્થ છે કે તમારી આ ટેવ ઘણી બીમારીઓને આમંત્રણ આપી શકે છે. તો તેની ગંભીરતાને સમજવી અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાયો વિશે જાણવુ જરૂરી છે.

ઈમોશનલ લોકો વધુ પડતા ઓવર થિંકિંગનો શિકાર હોય છે. જે દરેક વાતને દિલથી લગાડી દે છે અને ભવિષ્યમાં શું થશે એ વિચારી-વિચારીને પરેશાન થતા રહે છે. જેના કારણે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ પર અસર પડે છે. ઘણી વખત તેનાથી વ્યક્તિ ડિપ્રેશનમાં પણ જતા રહે છે.

ઓવર થિંકિંગની ટેવ તમારુ બ્લડ પ્રેશર વધારી શકે છે. જેનાથી સ્ટ્રોક કે હાર્ટ એટેકની પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણી વખત લોકો ઓવર થિંકિંગથી છુટકારો મેળવવા માટે દારૂ કે સિગારેટનો સહારો લે છે જે વધુ નુકસાનદાયક બાબતો છે તો આ ટેવથી છુટકારો મેળવવા માટે આ ખોટી રીતોને અપનાવવી જોઈએ નહીં. 

સારી બાબતોમાં પોતાને વ્યસ્ત રાખો

સાચુ જ કહેવામાં આવ્યુ છે કે ખાલી મગજ શેતાનનું ઘર હોય છે તો કોઈ વાત જો તમને ખૂબ વધુ પરેશાન કરી રહી છે જેના વિશે સમજી-વિચારીને તમને ગુસ્સો આવી રહ્યો છે તો તેને શાંત કરવાની સૌથી સારી રીત છે પોતાને વ્યસ્ત રાખવુ. જે વસ્તુઓને કરવામાં તમને ખુશી મળે છે તેમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરો.

નેગેટિવ લોકોથી દૂર રહો

એવા લોકોથી અંતર રાખો, જેનાથી તમને નેગેટિવ ફીલિંગ આવે છે. જો સામે વાળી વ્યક્તિ તમને જાણી-જોઈને હર્ટ કરી રહી છે તો તેમની સાથે તે જ અંદાજમાં વાત કરો અને છુટકારો. આવા વ્યક્તિથી સંપર્ક જ ખતમ કરી લો.

મેડિટેશન કરો

મગજને શાંત અને રિલેક્સ રાખવા માટે યોગ અને મેડિટેશન કરો. મેડિટેશન તમને માનસિક રીતે મજબૂત બનાવે છે, જેનાથી ઓવર થિંકિંગની ટેવને મેનેજ કરવી સરળ થઈ જાય છે.

Gujarat