Get The App

5 હજાર વર્ષ પહેલા મોહન જો દરોના લોકો પણ દિવાળી ઉજવતા

ખ્યદ્વારને પ્રકાશિત રાખવા માટે દિવાઓની હારમાળા ગોઠવવામાં આવતી

ખોદકામ દરમિયાન પાકી માટીના દિવાઓ મળેલા છે

Updated: Oct 24th, 2019

GS TEAM

Google News
Google News


5 હજાર વર્ષ પહેલા મોહન જો દરોના લોકો પણ દિવાળી ઉજવતા 1 - image

નવી દિલ્હી,

૫ હજાર વર્ષ જુની સિંધુઘાટીની સભ્યતામાંના મોહન જો દરો અને હડપ્પાના લોકો પણ દિવાળી ઉત્સવ ઉજવતા હતા. આ સભ્યતાના ખોદકામ દરમિયાન પાકી માટીના દિવાઓ મળી આવ્યા હતા. મકાનોમાં દિવાઓ રાખવા માટે ગોખ બનાવવામાં આવતા હતા.આ ઉપરાંત મુખ્યદ્વારને પ્રકાશિત રાખવા માટે દિવાઓની હારમાળા ગોઠવવામાં આવતી હતી.પાકિસ્તાનમાં આવેલા મોહન જો દરો સભ્યતાના સ્થળેથી મળેલા અવશેષોમાં માટીની એક મૂર્તિ મળી આવી હતી.આ મૂર્તિની બંને તરફ દિવાઓ પ્રગટતા જોવા મળે છે. આમ આ રીતે આ સભ્યતા ભારતીય સંસ્કૃતિ સાથે પણ સંબંધ ધરાવતી હતી.

5 હજાર વર્ષ પહેલા મોહન જો દરોના લોકો પણ દિવાળી ઉજવતા 2 - image

આ સભ્યતાના લોકો દિવાળી પ્રકારનો કોઇ દિપોત્સવ ઉજવતા હતા. તેઓ માટીના દિવાનો ઉપયોગ કરવાનું વિજ્ઞાન પણ જાણતા હતા. પ્રાચીન સભ્યતાની આ સાઇટની શોધ ૧૯૨૨માં થઇ હતી.ઓપ્લીકલી સ્ટિમ્યલેટેડ લૂમેનેસન્સ ટેકનિકનો ઉપયોગ કરીેને આ સંસ્કૃતિની ઓળખ કરવામાં આવતા તે ૫ હજાર વર્ષથી પણ જુની હોવાનું માનવામાં આવે છે.ભારતીય ઉપખંડમાં સિંધુઘાટીની સભ્યતાના નાના મોટા એક હજારથી પણ વધારે સ્થળો છે. મોહન જો દરો સિંધુ સભ્યતાનું સૌથી જુનું શહેર ૮ ફૂટ ઉંડો,૧૪ ફૂડ પહોળો અને ૩૦ ફૂટ લાંબો કુંડ પણ છે તેમાં વોટરપ્રુફ ઇંટો હતી. 

Tags :