લોકડાઉન ઇફેક્ટ : જાણો, મગજના કેમિકલ લોચા અને તેના ઉપાય વિશે
- શું તમને નાની- નાની વાતો પર ગુસ્સો આવે ખરો?
નવી દિલ્હી, તા. 01 મે 2020, શુક્રવાર
શું તમારો સ્વભાવ ચિડચિડયો થઇ ગયો છે? શું તમને નાની-નાની વાતો પર ગુસ્સો આવે ખરો? ડિપ્રેશન જેવું લાગે છે? થોડીક થોડીકવારે તમારો મૂડ ખરાબ થઇ રહ્યો છે?
લોકડાઉન દરમિયાન તમારી લાઇફસ્ટાઇલમાં આવતા ફેરફારોને કારણે તમારા સ્વાભાવનું પરિવર્તન સ્વાભાવિક છે. લોકડાઉનમાં ઘરે કેદ રહેવું, મિત્રોને ન મળી શકવું અને દરરોજની એક જેવી જ દિનચર્યાને કારણે દરેક ઉંમરના લોકો મૂડ સ્વિંગની સમસ્યાથી હેરાન-પરેશાન થઇ રહ્યા છે. મૂડ સ્વિંગની આ પ્રકારની પરિસ્થિતિને દૂર કરવા માટે તમે કેટલાક સામાન્ય ઉપાય કરી શકો છો.
જાણો, મગજના કેમિકલ લોચા એટલે કે મૂડ સ્વિંગ છે શું?
મૂડ સ્વિંગ એક પ્રકારનું બાયોલૉજિકલ ડિસઑર્ડર છે, જેના કારણે મગજમાં એક પ્રકારનું રાસયણિક અસંતુલન પેદા થઇ શકે છે. આ પરિસ્થિતિમાં તમે ક્યારેક વધારે ખુશ રહો છો તો ક્યારેક ખૂબ જ ઉદાસ થઇ શકો છો. વારંવાર મૂડ બદલાવાનું કારણ તમારા શરીરમાં થાઇરોઇડનું સંતુલન બગડવું અથવા તો તમારા બ્લડમાં રહેલા કાર્ટિસોલ નામના હોર્મોન સ્ટ્રેસનું વધવું પણ હોઇ શકે છે. દરેક ઉંમરના લોકોને આ ડિસઑર્ડર થઇ શકે છે.
યોગ, ધ્યાન અને કસરત કરો
પોતાની દિનચર્યામાં યોગ અને ધ્યાનને સ્થાન આપો. યોગ અને કસરત કરવાથી મન શાંત રહે છે અને લોહીનું પરિવહન યોગ્ય રીતે થવા લાગે છે. ફેફસાંનાં સ્વાસ્થ્ય પણ આ લાભદાયી છે. મૂડ સ્વિંગ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ માટે પુશ અપ્સ, ઍરોબિક્સ અને જમ્પિંગ સ્ક્વૉટ જેવી એક્સરસાઇઝ કરવી અસરકારક સાબિત થાય છે. આ કસરત કરવાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.
ખૂબ જ પાણી પીઓ
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે શરીરમાંથી ટોક્સિન્સ દૂર કરવા માટે દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઇએ. આમ કરવાથી શરીરમાં નમી તો બની રહે છે આ સાથે જ મસ્તિષ્કની સાથે શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળતાથી થતું રહે છે. શિકંજી બનાવીને પણ પી શકો છો. આમ, કરવાથી શરીરમાં એનર્જી લેવલ જળવાઇ રહે છે.
પોષણયુક્ત ડાયેટ લો
જમવામાં પોષણયુક્ત આહાર લો. સવારે કેળા ખાઓ. વિટામિન સીથી ભરપૂર ફળ-શાકભાજીઓ, નારંગી, આમળા, લીંબૂ જેવા સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ સામેલ કરો. દૂધવાળી ચાની જગ્યાએ હર્બલ ટી પીવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે. જમવામાં ફાઇબરયુક્ત તેમજ લીલી શાકભાજીને સ્થાન આપો. આમ કરવાથી તમે સરળતાથી મૂડ સ્વિંગ દૂર કરી શકશો.
સંગીત સાંભળવાનું રાખો
ઘણીવાર તમે અનુભવ્યું હશે કે જ્યારે તમારું મન ઉદાસ હોય ત્યારે સંગીત સાંભળવાથી તમારો મૂડ ઠીક થઇ જાય છે. પોતાના મૂડ અનુસાર તને સંગીત સાંભળશો તો તમારો મૂડ ઠીક રહેશે. જો તમને સિગિંગનો શોખ છે, ડાન્સનો શોખ છે તો આ લોકડાઉનનો સમયગાળો પોતાના શોખ જીવવાનો ઉત્તમ સમય છે.