સૌંદર્ય વધારવા સાથે બીમારીઓ પણ દૂર કરે છે એલોવેરા, જાણો લાભ વિશે
અમદાવાદ, 26 જુલાઈ 2019, શુક્રવાર
એલોવેરા જેલનો ઉપયોગ દુનિયાભરમાં બ્યૂટી પ્રોડક્ટ તરીકે થાય છે. ચહેરા અને વાળનું સૌદર્ય વધારવા માટે લોકો એલોવેરાનો ઉપયોગ કરે છે. જો કે કેટલાક લોકો એલોવેરાથી થતા સ્વાસ્થ્ય લાભથી અજાણ હોય છે. એલોવેરાના ઉપયોગથી 5 મોટા લાભ થાય છે.
1. એલોવેરાથી થતા લાભ વિશે જાણી હવે લોકો ઘરમાં પણ તેને ઉગાડે છે. એલોવેરાનો ઉપયોગ કરવાથી ત્વચા પરની કરચલીઓ દૂર થાય છે.
2. સવારે ખાલી પેટ બે ચમચી એલોવેરાનો ગર ખાવાથી દિવસ ચુસ્તી ફૂર્તી સાથે પસાર થાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે.
3. ચહેરા પર ડાઘ કે ખીલ હોય અથવા તો સન બર્ન થાય તો તેના પર એલોવેરા જેલ લગાડવું.
4. એલોવેરામાં એંટી માઈક્રોબિયલ ગુણ હોય તેનાથી બેક્ટેરિયા અને ફંગલ ઈંફેકશન દૂર થાય છે.
5. એલોવેરા ત્વચાને પોષણ આપે છે. તે બેસ્ટ મોઈશ્ચરાઈઝર છે અને તે દરેક પ્રકારની સ્કીન પર ઉપયોગ કરી શકાય છે.