Get The App

કોરોના પછી લોકોનાં વીમા પ્રત્યેનાં વિચારો બદલાયા

Updated: Dec 28th, 2022

GS TEAM

Google News
Google News
કોરોના પછી લોકોનાં વીમા પ્રત્યેનાં વિચારો બદલાયા 1 - image

નવી દિલ્હી,તા.28 ડિસેમ્બર 2022,બુધવાર

કોરોના પછી લોકોનાં વીમા પ્રત્યેનાં વિચારો બદલાયા, સામે વીમા કંપનીઓએ ડિજિટલ ટેક્નોલોજી અપનાવવાનું શરૂ કર્યું છે. જેમાં માર્કેટિંગથી લઇને પોલિસીનું વેચાણ ક્લેમ સેટલમેન્ટ સામેલ છે. સેક્ટરમાં વૃદ્વિના સાક્ષી રહ્યાં છે અને આગળ પણ આ ટ્રેન્ડ યથાવત્ રહેશે .

ભારતમાં વીમા સેક્ટર સ્થિર ગતિએ વિસ્તરણ કરી રહ્યું હોવા છતાં પણ તેમાં હજુ પણ વધુ અવકાશ રહેલો છે. અત્યારે મોટા ભાગના વીમાધારકો આરોગ્ય વીમાને કરમાં બચત માટેના સાધન તરીકે જુએ છે. કોવિડને કારણે સાબિત થયું કે વીમા વગર સામાજીક અને આર્થિક જીવન ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે. લોકો હજુ આરોગ્ય વીમાનું મહત્વ સમજે તે જરૂરી છે.

સૂત્રો અનુસાર દેશમાં ઇન્શ્યોરન્સ પેનેટ્રેશન નાણાકીય વર્ષ 2021 દરમિયાન 4.2% હતું, લાઇફ ઇન્શ્યોરન્સ પેનેટ્ર્રેશન 3.2% હતું જ્યારે નોન-લાઇફ ઇન્શ્યોરન્સ પેનેટ્રેશન 1% હતું. નાણાકીય વર્ષ 2021 દરમિયાન દેશની એકંદરે ઇન્શ્યોરન્સ ડેન્સિટી રૂ.6431.30 હતું.

કોવિડ-19 મહામારી બાદ મહત્તમ લાભો સાથેની સર્વગ્રાહી વીમા પોલિસીની માંગ વધી છે. જેને ધ્યાનમાં રાખતા અમારી ફ્લેગશિપ હેલ્થકેર પ્રોડક્ટ, ‘FG હેલ્થ એબસોલ્યુટ’ મેટરનિટી અને નવજાતના ખર્ચ, વંધ્યત્વ સારવાર, વિદેશમાં સારવાર, 12 વર્ષ સુધીના બાળકો માટે વેક્સિનેશન કવર અને હોમ હેલ્થકેર જેવી અન્ય સુવિધાઓ પૂરી પાડે છે. કોરોના બાદ કંપનીએ ગ્રાહકોને વીમા પ્રત્યે આકર્ષવા માટે કઇ નવી પહેલ કરી?

કંપનીનો આશય ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ પૂરી પાડીને સફરમાં આજીવન સાથે રહેવાનો છે. કંપનીએ ગ્રાહકોને જોડવા માટે ડિસ્ટ્રિબ્યુશન ઇકોસિસ્ટમ, ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરવી જેવી પહેલ કરી છે. નાણાકીય વર્ષ 2021-22માં કેટલા દાવાની પતાવટ કરવામાં આવી છે? કંપનીનો ક્લેમ રેશિયો શું છે? નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન કુલ 4,67,661 દાવાની પતાવટ કરી છે. જેમાં ક્લેમ સેટલમેન્ટ ગુણોત્તર 93% છે.

સતત ભાગીદારી વધારવા માટે ડિજિટલ ટેક્નોલોજી તેમજ અમારી ડિસ્ટ્રિબ્યુશન હાજરીને વધારવા માટે સતત પ્રયાસરત છીએ. અમે ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતને અનુરૂપ નવીન તેમજ પ્રોડક્ટ્સ રજૂ કરવા માટે પણ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.

Tags :