ગર્ભવસ્થા સાથે જોડાયેલી આ 8 વાતો છે Myths, સત્ય માની લે છે મહિલાઓ
અમદાવાદ, 7 માર્ચ 2019, ગુરુવાર
ઘર-પરીવારમાં જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી થાય છે ત્યારે તેના પર સલાહ સુચનોનો વરસાદ થવા લાગે છે. દરેક વ્યક્તિ ગર્ભવતી સ્ત્રીને પોતાને મનગમતી સલાહ આપે છે. ખાસ વાત તો એ છે કે આવી દરેક સલાહ એકબીજાથી વિરોધાભાસ ધરાવતી હોય છે. કોઈ કહે છે કે પેટ ઢાંકી રાખવું જોઈએ, કોઈ ધીરે ધીરે ચાલવાની સલાહ આપે છે. આવી અનેક સલાહ વચ્ચે સૌથી 8 સૌથી સામાન્ય વાતો છે જે દરેક ગર્ભવતી સ્ત્રીને સાંભળવા મળે છે. આ વાતો એવી છે કે જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. તો ચાલો તમને જણાવીએ કે કઈ કઈ છે આ વાતો.
સફેદ વસ્તુઓ ખાવાથી બાળક ગોરું થાય છે
મહિલાઓ દૂધ, દહીં જેવી વસ્તુઓ ગર્ભાવસ્થા દરમિયાન ખાય તો પણ બાળકની ત્વચા પર તેની કોઈ અસર થતી નથી. જી હાં ગર્ભસ્થ બાળકની ત્વચા માતા કોઈ સફેદ વસ્તુ ખાય તો સુંદર થાય તેવું નથી. બાળકની ત્વચાનો રંગ તેના માતા-પિતા જેવો જ થાય છે.
કસરત ન કરવી
ગર્ભાવસ્થામાં મહિલાઓને કસરત કરવાની મનાઈ કરી દેવામાં આવે છે. આમ કરવાનું કારણ મનમાં રહેલો ગર્ભપાતનો ભય હોય છે. પરંતુ જરૂરી નથી કે ગર્ભાવસ્થા દરમિયાન કસરત છોડી દેવી જોઈએ. હળવી કસરતો ડોક્ટરની સલાહથી કરી શકાય છે તેનાથી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
અન્યના ઘરનું ભોજન ન કરવું
ગર્ભાવસ્થા દરમિયાન લોકો મહિલાઓને સલાહ આપે છે કે અન્યના ઘરનો ખોરાક ન લેવો જોઈએ. આ પણ ખોટી માન્યતા છે, ગર્ભાવસ્થા દરમિયાન માત્ર એટલું ધ્યાન રાખવું જોઈએ કે તમારા શરીરમાં કેટલી કેલેરી જાય છે. ડાયટમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય તે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
સેક્સની મનાઈ
ગર્ભાવસ્થા દરમિયાન શારીરિક સંબંધ ન રાખવાની સલાહ મળે છે પરંતુ ગર્ભાવસ્થાના શરૂઆતના સમય બાદ શારીરિક સંબંધ બનાવી શકાય છે.
બાળકના લિંગનું અનુમાન
સ્ત્રીનું પેટ નીચેની તરફ હોય તો દીકરો અને ઉપરની તરફ હોય તો દીકરી હોય તેવી માન્યતા સાવ ખોટી છે. સ્ત્રીના પેટનો આકાર તેના પેટની ચરબી, સ્નાયૂ અને બાળકની સ્થિતી પર આધારિત હોય છે. તેનાથી એ જાણી ન શકાય કે બાળક દીકરો છે કે દીકરી
ડિલીવરી પછી વજનમાં ઘટાડો
ડિલીવરી થવાની સાથે જ વજનમાં ઘટાડો થઈ જાય છે તેવી માન્યતા સામાન્ય રીતે પ્રવર્તે છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન 11થી 16 કિલો વજન વધે છે જેમાંથી ડિલીવરી સમયે માત્ર 4થી 5 કિલો વજન ઘટે છે. વધેલું વજન ઘટવામાં અંદાજે 1 વર્ષનો સમય લાગે છે.
હવાઈ મુસાફરી ન કરવી
ગર્ભાવસ્થા દરમિયાન પ્લેનમાં મુસાફરી કરી શકાય છે. ડોક્ટરની સલાહ લઈ તમે પ્લેનમાં બેસી શકો છો.
હાર્ટબર્ન થાય તો બાળકના વાળ સારી રીતે વધે
ગર્ભાવસ્થા દરમિયાન હાર્ટબર્ન થાય તો બાળકના વાળ સારી રીતે વધતા હોય છે તે પણ એક ખોટી માન્યતા છે. શરીરમાં એસિડનું પ્રમાણ વધી જવાથી હાર્ટબર્નની સમસ્યા થતી હોય છે.