સેકસની 8 ખોટી મનઘડંત વાતો, જાણો શું છે સત્ય
સેક્સ દુનિયાનો સૌથી વધારો ચર્ચાતો અને 99 ટકા લોકોના રસનો વિષય છે. એના વિશે એવી ઘણી ગેરસમજો છે જે રિસર્ચમાં સાવ ખોટી સાબિત થઇ છે. આજે આપણે આવી જ કેટલીક માન્યતાઓ વિશે જાણીશું.
સમલૈંગિકતાના કોઈ ખાસ જિન નથી હોતા. દુનિયાના ઘણાં લોકો આવી લાઈફ જીવે છે. જો કે અનેક પ્રયત્નો છતાં વૈજ્ઞાનિકો એના જિનનેટિક્સ વિશે નથી જાણી શક્યાં. એટલે કે માણસના સમલૈંગિક થવા પાછળ કોઈ જીન હોય છે તેવું વૈજ્ઞાનિકો માનતા નથી. આની માટે આસપાસનો માહોલ અને આપણી ઇચ્છાઓની અસર હોય છે. કેટલોકો લોકો પર એની એટલી તીવ્ર અસર થાય છે કે તેમનામાં સમલૈંગિકતાની ઇચ્છા જન્મે છે. જો કે તેની માહિતી ડીએનએ પરથી મેળવી શકાતી નથી.
ટેસ્ટોસ્ટેરોનથી સ્ત્રીઓ ઉત્તેજિત થાય છે
એ વાતની કોઈ સાબિતી નથી કે પુરુષોના ટેસ્ટોસ્ટેરોનથી સ્ત્રીઓમાં સેક્સની ઇચ્છા જન્મે છે. ઘણઆં કિસ્સા એવા હોય છે જેમાં સ્ત્રી સેક્સની ઇચ્છા ના હોવાની ફરિયાદ કરે છે અને ડૉક્ટર્સ તેમને ટેસ્ટોસ્ટેરોનના ઇન્જેક્શન લેવાના નુસખા લખી આપે છે. જો કે તમામ રિસર્ચ પછી સાબિત થયુ છે કે સ્ત્રીની કામેચ્છાને ટેસ્ટોસ્ટેરોન સાથે કોઈ સંબંધ નથી. જો કે એ માટેનું કારણ પણ હજી શોધી નથી શકાયુ.
બાળકો પોતાના લિંગને લઇને દ્વિધામાં રહે છે
જીવનના શરૂઆતના તબક્કામાં આપણને આપણી લિંગનો આભાસ થોડો ઓછો હોય છે. ઘણાં બાળકો એવો પ્રશ્ન પૂછે છે કે તે મેલ છે કે ફીમેલ. પણ ઉંમર વધે તેમ આ સમસ્યા ઉકેલાઈ જાય છે. જો કે આમાંથી 10 ટકા એવા હોય છે જે ટ્રાન્સજેન્ડર બની જાય છે. તેથી આપણે બાળકો પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. નહીં તો કિશારાવસ્થામાં તેઓ ઓળખના સંકટને લીધે ડિપ્રેશનમાં આવી જાય છે અને આત્મહત્યા પણ કરી લે છે.
લિંગની ઓળખની તકલીફ વર્ષો જુની છે
આપણી પેઢી જ નહીં વર્ષોથી સ્ત્રી-પુરુષ પરંપરાગત બીબામાથી બહાર આવવાના પ્રયત્ન કરી રહ્યાં છે. બે લિંગની વહેચણીને વર્ષો પહેલા પણ પડકારવામાં આવી હતી. 19મી સદીમાં ફ્રેન્ચ કલાકાર ક્લૉડ કાહુને આને પડકારી હતી. તે લૂસી તરીકે જન્મ્યા હતા પણ પછી તેમણે પોતાનું નામ ક્લૉડ રાખી લીધું. ફ્રાન્સમાં આ નામ સ્ત્રી-પુરુષ બંનેનું હોઈ શકે છે. પોતાના લિંગ વિશે ક્લૉડ કહેતાં કે તે કદીક સ્ત્રી છે તો કદીક પુરુષ. પાત્ર બદલાતા રહે છે અને તે સંજોગો પર આધાર રાખે છે.
ઘણાં જીવોમાં બેથી વધુ લિંગ હોય છે
આપણે એવું માનીએ છીએ કે તમામ પ્રાણીઓમાં નર કે માદા હોય છે. નર અને માદાના વર્તનમાં અંતર હોય છે. જો કે આ વાત સત્યથી ઘણી જુદી છે. જેમ માણસમાં સમલૈંગિક અને ટ્રાન્સજેન્ડર હોય છે તેમ પ્રાણીઓ પણ હોય છે. ઘણા પ્રાણીઓમાં નર-માદા સિવાયઅલગ લિંગના પ્રાણીઓ જોવા મળે છે. બ્લૂગિલ સનફિશમાં તો નરની જ ત્રણ પ્રજાતિ જોવા મળે છે. તેઓ માદાને લલચાવવાના પ્રયત્ન કરતાં હોય ત્યારે જ કોઇ નર સાથી સાથે સંબંધ બાંધવા પણ રેડી હોય છે.
He અને She ઉપરાંત નવો શબ્દ જોઈએ
ગુજરાતીમાં તો કોઈને નામને બદલે બોલાવવા માટે 'તે' શબ્દ છે. પણ અંગ્રેજીમાં આવો શબ્દ નથી જે લિંગ બતાવ્યાં વિના કોઈની તરફ ઇશારો કરી શકે. વર્ષોથી અંગ્રેજીમાં આવો શબ્દ શોધાઈ રહ્યો છે. આ વર્ષે અમેરિકન ડાયલેક્ટ સોસાયટી આ માટે 'They'શબ્દને મંજૂરી આપી છે. આમ તો આ શબ્દ બહુવચન તરીકે વપરાય છે પણ હવે તેને કોઈ માણસ માટે વાપરવામાં પણ વાંધો ના હોવો જોઈએ. કારણ કે આ એવો શબ્દ છે જે એ જાહેર નથી કરતો કે તે સ્ત્રી છે કે પુરુષ.
અમને સેક્સની જરૂર નથી લાગતી
હવે એવા ઘણાં લોકો સામે આવી રહ્યાં છે જેમનું કહેવું છે કે એમને સેક્સની જરૂર નથી લાગતી. સમલૈંગિકતાને કાયદાકિય દરજ્જો મળ્યાં પછી આવું કહેનારાની સંખ્યા વધવા લાગી છે. અમેરિકામાં આવા લોકોના સંગઠન, અસેક્સુઅલ વિજિબિલિટી એન્ડ એજ્યુકેશન નેટવર્કના 2003માં માત્ર સભ્યો હતા પણ હવે તે સંખ્યા 80 હજાર થઇ ગઈ છે. એક તરફ દરેક વસ્તુ સેક્સની ચાસણીમાં લપેટીને પીરસવામાં આવે છે ત્યારે આ લોકોનું કહેવું છે કે સુખી અને તંદુરસ્ત જીવન માટે સેક્સ બહુ જરૂરી નથી.
દુનિયા પ્રેમીઓની દુશ્મન છે
દુનિયામાં એવા ઘણાં લોકો છે જે એક વખતમાં ઘણાં લોકોને પ્રેમ કરે છે અને શારીરિક સંબંધ પણ બાંધે છે. જો કે આવા સંબંધને લગભગ બધા જ છુપાવી રાખે છે. પરંતુ એવા લોકો પણ છે જે આવું ખુલ્લેઆમ કરે છે. આવા લોકોને પૉલીએમૉરસ કહેવામાં આવે છે જે એક સમયે અનેક લોકોને પ્રેમ કરતાં હોય છે. આ લોકો સમાજની પરંપરાથી વિપરીત કામ કરતા હોવાથી તેમને ગંદી નજરે જોવામાં આવે છે. આની સૌથી ખરાબ અસર આ લોકોના બાળકો પર પડે છે. જેમના પેરેન્ટ્સ એક કરતાં વધારે લોકો સાથે સંબંધમાં હોય તેમના બાળકોનો ઉછેર વધારે સારી રીતે કરવામાં આવે છે કારણ કે તેમને અલગ અલગ લોકોનો સાથ મળે છે. બાળપણથી જ તેમને દુનિયા બહુરંગી હોવાનો અનુભવ હોવાથી તેઓ ઉદાર સ્વભાવના બને છે.