પરીક્ષાના દિવસે બાળકોને ખવડાવો આ વસ્તુઓ, નહીં થાય સ્ટ્રેસ
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2020, સોમવાર
બાળકોની વાર્ષિક અને બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ચુકી છે. આવી સ્થિતિમાં બાળકો તાણમાં આવી જાય તે સામાન્ય વાત છે. એક્ઝામના ડરના કારણે બાળકોની ઊંઘ અને ભૂખ બંને ગાયબ થઈ જાય છે.
જેના કારણે કેટલાક બાળકો પરીક્ષા સમયે બીમાર પણ થઈ જાય છે. તેથી જરૂરી છે કે માતાપિતા બાળકોના આહારની કાળજી રાખે. જ્યારે પરીક્ષાઓ ચાલી રહી હોય ત્યારે બાળકનું મન અભ્યાસમાં કેન્દ્રિત રહે અને સ્ટ્રેસ દૂર રહે તે માટે કેટલીક વિશેષ વસ્તુઓ તેને આપવી જોઈએ.
ઈંડા
વિટામિન બીની ઉણપથી બાળકોમાં ચીડિયાપણું વધી શકે છે. ઇંડામાં વિટામિન બી ભરપૂર માત્રામાં હોય છે. ઇંડા મગજનો વિકાસ વધારે છે અને ચિંતા ઘટાડે છે. જો તમારા બાળકો ઇંડા ન ખાતા હોય તો તમે તેમને સાઇટ્રસ ફળ ખવડાવી શકો છો.
માછલી
માછલીને મગજ માટે બેસ્ટ ફૂડ માનવામાં આવે છે. તેમાં ઓમેગા 3, ફેટી એસિડ્સ અને પ્રોટીન હોય છે જે મગજ માટે ખૂબ જ સારા છે. માછલી ખાવાથી યાદશક્તિ પણ વધે છે.
દહીં
વૈજ્ઞાનિકો પણ માને છે કે પરીક્ષા પહેલાં બાળકોએ દહીં આપવું જોઈએ. તે સ્ટ્રેસ બસ્ટર છે જે ચિંતાને દૂર કરે છે.
કેફીન
બાળકને પરીક્ષા સમયે કોફી પીડાવી શકાય છે. તેમાં રહેલું કેફિન તેને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. કોફી ન પીતા બાળકો માટે સફરજન સારો વિકલ્પ છે.
ડાર્ક ચોકલેટ
ચોકલેટ દરેક બાળકને ભાવે જ છે. પરંતુ ડાર્ક ચોકલેટ ખાવાથી વધારે લાભ થાય છે. તેમાં એન્ટીઓકિસડન્ટ હોવાથી તે મગજને સતેજ રાખે છે. તે મગજમાં રક્ત પરીભ્રમણ પણ સુધારે છે અને તાણને દૂર કરે છે.
ફ્રુટ જ્યૂસ
જો બાળક પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે તો તેને એક ગ્લાસ ઓરેન્જ જ્યૂસ આપો. તેનાથી શરીરમાં ગ્લુકોઝ વધશે.
ખાવા પીવા ઉપરાંત આ તરફ પણ ધ્યાન આપો