Get The App

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
5 Toxic Types of People to Avoid for a Happier Life


5 Toxic Types of People to Avoid for a Happier Life: આજના ભાગદોડભર્યા જીવનમાં દરેક વ્યક્તિ ખુશીની શોધમાં છે. સુખ-સુવિધા અને પૈસા હોવા છતાં ઘણીવાર આપણે અંદરથી અશાંતિ અનુભવીએ છીએ. આ પાછળનું એક મુખ્ય કારણ આપણી આસપાસ રહેલા 'ટોક્સિક' એટલે કે નકારાત્મક લોકો હોઈ શકે છે. આંતરરાષ્ટ્રીય હેપ્પીનેસ ડે (International Day of Happiness) નિમિત્તે જો તમે સાચા અર્થમાં ખુશ રહેવા માંગતા હોવ, તો માનસિક શાંતિ હણનારા 5 પ્રકારના લોકોથી તાત્કાલિક અંતર જાળવી લેવું જોઈએ.

ખુશ રહેવા માટે આ 5 પ્રકારના લોકોથી દૂર રહો

1. હંમેશા ફરિયાદ કરનારા લોકો

કેટલાક લોકોને જિંદગીમાં ક્યારેય કંઈ સારું દેખાતું નથી. તેઓ દરેક પરિસ્થિતિમાં માત્ર ખામીઓ જ શોધતા હોય છે. આવા નકારાત્મક લોકો સાથે રહેવાથી તમારી પોઝિટિવ એનર્જી પણ ઓછી થઈ જાય છે અને તમારો મૂડ પણ ખરાબ રહે છે.

2. સ્વાર્થી અને મતલબી લોકો

જે લોકો તમને માત્ર ત્યારે જ યાદ કરે જ્યારે તેમને તમારું કોઈ કામ હોય, તેવા લોકોથી સાવધ રહેવું જોઈએ. કામ પૂરું થતા જ ગાયબ થઈ જનારા આવા સ્વાર્થી લોકો ક્યારેય તમારા સાચા મિત્ર બની શકતા નથી.

3. પારકી પંચાત કે ચુગલી કરનારા

જે વ્યક્તિ તમારી પાસે બેસીને બીજાની બુરાઈ કરે છે, તે ચોક્કસપણે બીજા પાસે જઈને તમારી પણ ટીકા કરતી જ હશે. આવા લોકો માત્ર સંબંધો બગાડવાનું અને અફવાઓ ફેલાવવાનું કામ કરે છે, જે તમારી માનસિક શાંતિ માટે જોખમી છે.

4. ઈર્ષ્યાળુ અને પ્રગતિથી બળનારા

સાચો મિત્ર એ છે જે તમારી સફળતામાં રાજી થાય. પરંતુ કેટલાક લોકો મોઢા પર મીઠા બને છે પણ તમારી પ્રગતિ જોઈને અંદરથી બળતા હોય છે. આવી ઈર્ષ્યા ધરાવતા લોકો ક્યારેય તમારું ભલું ઈચ્છી શકતા નથી.

આ પણ વાંચો: સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

5. આત્મવિશ્વાસ તોડનારા અને નીચા દેખાડનારા

'તમારાથી આ નહીં થાય' અથવા 'તમે નિષ્ફળ જશો' એવું કહીને ડરાવનારા લોકો તમારા સપનાના દુશ્મન છે. આવા લોકો તમારો આત્મવિશ્વાસ તોડી પાડે છે. પોતાની ક્ષમતા પર ભરોસો રાખી આવા નકારાત્મક લોકોની વાતોને નજરઅંદાજ કરવી જ હિતાવહ છે.

હેપ્પીનેસ ડે સ્પેશિયલ: જીવનમાં આ 5 પ્રકારના લોકોથી અત્યાર જ દૂર થઈ જાઓ, જાણો કારણ 2 - image