Get The App

ભૂલથી પણ છોકરીઓને ના કહો આ 5 વાતો, નહીતર થઈ જશે તમારાથી નારાજ!

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
ભૂલથી પણ છોકરીઓને ના કહો આ 5 વાતો, નહીતર થઈ જશે તમારાથી નારાજ! 1 - image


Relationship Tips: આજના સમયની છોકરીઓ વિશ્વ જીતવાની હિંમત રાખે છે. એવું કોઈ કામ નથી જેને કરવામાં તે પોતાને સક્ષમ ન માને. ઘરની જવાબદારીઓથી લઈને ઑફિસમાં પુરુષો સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરવું એ મહિલાઓની કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે છોકરીઓનું હૃદય નાજુક હોય છે અને તેમની લાગણીઓ ખૂબ કોમળ હોય છે. તેમના હૃદયને નાનામાં નાની વાત સ્પર્શી જાય છે. આ જ કારણ છે કે ઘરે પણ માતા-પિતા ઘણીવાર ભાઈઓને તેમની બહેનો સાથે પ્રેમથી વર્તવાની સલાહ આપતા હોય છે. આમ છતાં, શું તમે જાણો છો કે અજાણતામાં ઘણી વખત પરિવાર, સંબંધીઓ કે મિત્રો એવી વાતો કરી બેસે છે, જે દરેક છોકરીના હૃદયમાં તીરની જેમ ખૂંચે છે?

ચાલો જાણીએ એવી 5 વાતો, જે ભૂલથી પણ કોઈ છોકરીને ન કહેવી જોઈએ.

દેખાવ પર નકારાત્મક ટિપ્પણીઓ

દેખાવ પર નકારાત્મક ટિપ્પણીઓ, ભલે તે મજાકમાં જ કેમ ન હોય, પરંતુ કોઈ પણ છોકરીના દેખાવ પર ક્યારેય ટિપ્પણી ન કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, "તું તો ઘણી જાડી કે પાતળી થઈ ગઈ છે" અથવા "જો તારી આખો આવી હોત તો તું વધુ સુંદર લાગત". આવા પ્રકારની ટિપ્પણીઓ કોઈ પણ છોકરીના આત્મવિશ્વાસને નબળો બનાવીને તેનું હૃદય દુઃખાવી શકે છે.

લગ્નની ઉંમર થઈ ગઈ છે 

છોકરીઓનું ભણતર પૂરું થતાં જ ઘણીવાર પાડોશી આન્ટી કે સાથી મિત્રો તેમની ઉંમર અને લગ્ન વિશે ટિપ્પણી કરવા લાગે છે, જેમ કે "લગ્નની ઉંમર થઈ ગઈ છે", "લગ્ન ક્યારે કરીશ?, હવે તો ઉંમર થઈ ગઈ છે."

જો કે, કોઈની પ્રાઇવેટ લાઈફ પર તો ક્યારેય ટિપ્પણી ન કરવી જોઈએ. તમે નથી જાણતા કે તે છોકરીના કોઈ નિર્ણય પાછળનું કારણ શું છે. આવી ટિપ્પણીઓ કરીને તેમના આત્મ સન્માનને ઠેસ ન પહોંચાડવી.

ભણીને શું કરશો, ઘર જ સંભાળવાનું છે

ઘણી વખત છોકરીઓને એવું અનુભવ કરાવવામાં આવે છે કે તેઓ ગમે તેટલી મહેનત કરી લે, આખરે તેમણે ઘર-પરિવાર અને રસોડું જ સંભાળવાનું છે. આ વાત તેમને અંદરથી હાનિ પહોંચાડે છે. ભૂલથી પણ છોકરીઓ પર તેમના સપનાં તોડનારી ટિપ્પણીઓ ન કરવી જોઈએ. આવી ટિપ્પણીઓ તેમની પ્રેરણા અને આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે.

કપડા અથવા ફેશન સેંસ પર ટિપ્પણી 

છોકરીઓના કપડાં કે તેમની સ્ટાઈલ પર ટોણો  મારવાથી બચવું જોઈએ. ઉદાહરણ તરીકે, "તેં આ શું પહેરી લીધું?", "આ તને શોભતું નથી" કે પછી "આ તો તારા પર શોભતું નથી." આવા પ્રકારની ટિપ્પણીઓ કોઈ પણ છોકરીની વ્યક્તિગત પસંદગીનું અપમાન કરે છે.

ક્ષમતાઓ પર સવાલ ઉઠાવવો

છોકરીઓની ક્ષમતા પર સવાલ ઉઠાવતી વાતો કે ટિપ્પણીઓ કરવાથી પણ બચવું જોઈએ. ઉદાહરણ તરીકે, "છોકરીઓ આ કામ સારી રીતે નથી કરી શકતી" અથવા "તને તો આ આવડવું જ જોઈએ", "આ છોકરીઓનું નહીં, છોકરાઓનું કામ છે."

આ પ્રકારની ટિપ્પણીઓ કરવી એ છોકરીઓની મહેનત અને પ્રતિભાને ઓછી આંકવા સમાન છે, જે તેમને ખૂબ દુઃખી કરે છે.

Tags :