રેફ્રિજરેટરની જાળવણી માટે ધ્યાનમાં રાખો આ પાંચ ટિપ્સ, વીજ બિલ અને મેઈન્ટેનન્સ નહીં વધે
Refrigerator Maintenance: રેફ્રિજરેટરનું મૂલ્ય ગરમીમાં સમજાય છે. જેમ-જેમ મે અને જૂન મહિનો નજીક આવે છે તેમ-તેમ રેફ્રિજરેટરનું કામ પણ વધી જાય છે. ઘરમાં વધેલો ખોરાક, લીલા શાકભાજી, ફળો, ઠંડુ પાણી, આઇસ્ક્રીમ વગેરે જેવી વસ્તુઓ ઉનાળામાં માત્ર રેફ્રિજરેટરના ભરોસે જ ટકી રહે છે.
જો તમારું રેફ્રિજરેટર દર 5-10 મિનિટે ખૂલે છે, તો તેનાથી રેફ્રિજરેટર યોગ્ય રીતે કૂલિંગ નહીં કરી શકે અને બહારથી ગરમ હવા અંદર જશે. આવી સ્થિતિમાં કોમ્પ્રેસરને વધુ ઊર્જાની જરૂર પડે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધુ થાય છે અને તમારું વીજળીનું બિલ વધતું રહે છે.
રેરેફ્રિજરેટરરેટરના દરવાજામાં એક રબર ફિટ કરેલું હોય છે, જે દરવાજો બંધ થવા પર સીલ સુનિશ્ચિત કરે છે. જો રબર યોગ્ય રીતે કામ કરતું હોય તો રેફ્રિજરેટરનો દરવાજો યોગ્ય રીતે બંધ થઈ જશે અને જો રબર ઢીલું થઈ ગયું હોય તો દરવાજો બંધ થઈ શકશે નહીં અને કૂલિંગ સતત બહાર નીકળતું રહેશે. આમ ફરી એકવાર કોમ્પ્રેસરનું કામ મર્યાદા કરતાં વધી જશે અને વીજળીનું બિલ ભરતી વખતે તમારા ખિસ્સા ખાલી થઈ જશે.
જે લોકોના ઘરમાં સિંગલ ડોરવાળું રેફ્રિજરેટર હોય તેમણે તેને નિયમિતપણે ડિફ્રોસ્ટ કરવાની જરૂર છે. જો તમે આ નહીં કરો તો તમારા રેફ્રિજરેટરમાં બરફ જામી જશે, જે કૂલિંગ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરતાં અટકાવે છે. આવી સ્થિતિમાં કોમ્પ્રેસરનું કામ વધી જાય છે. તેથી વીજળીનો વપરાશ પણ વધે છે.
રેફ્રિજરેટરને દિવાલને અડીને બિલકુલ ન રાખવું. રેફ્રિજરેટરને એવી રીતે મૂકો કે તેની પાછળ હવાની જગ્યા બની રહે. જો આમ ન કરવામાં આવે તો હિટ બહાર નીકળી શકશે નહીં, જેના કારણે તમારું રેફ્રિજરેટર ઓવર હિટ થઈ થશે, જેનાથી કોમ્પ્રેસર પર દબાણ આવશે અને તેને ઠંડુ કરવા માટે વધુ વીજળીની જરૂર પડશે.
જો ખૂબ જ ગરમ ખોરાક રેફ્રિજરેટરના ઠંડા ટેમ્પરેચરમાં સીધો મૂકવામાં આવે, તો અંદરનું ટેમ્પરેચર વધી જાય છે અને ફરી એકવાર તમારા રેફ્રિજરેટરની મહેનત પણ વધી જશે અને તેથી વધુ વીજળીનો વપરાશ થશે.