For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આંખો નીચેના કાળા કુંડાળાથી પરેશાન છો, તો આ રહ્યા તેના ઉપાય

આંખોના ડાર્ક સર્કલ માટે બદામનું તેલ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

દહીને આંખોની આજુબાજુ લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થવાની સાથે સાથે ત્વચામાં નિખાર પણ આવે છે.

Updated: Jan 22nd, 2023

Article Content Image
Image Envato

તા. 22 જાન્યુઆરી 2023, રવિવાર

આજે માણસ તેની બદલી રહેલ જીવનશૈલીના કારણે ઘણી શારીરિક સમસ્યાઓથી પરેશાન રહે છે. બગડેલી લાઈફ સ્ટાઇલ અને વાસી અને બજારના તળેલા ખોરાકના કારણે આંખોની નીચે કાળા ડાઘા ખુબ વહેલા આવી જાય છે. જેમા મોડે સુધી ઓફિસના કોમ્પુટર અને લેપટોપ પર કામ કરવાથી પણ આંખો નીચે ડાર્ક સર્કલ થતા હોય છે. આ સિવાય પણ બીજા ઘણાં કારણોથી આવી સમસ્યા ઉદ્ભવતી હોય છે, જેમાં ખોટી ટેવ જેમ કે ઊંઘ પૂરી ન થવી, પ્રદુષિત વાતાવરણ, માનસિક તણાવ અને ખાવા-પીવામાં લાપરવાહી ટ્રીગરનું કામ કરે છે. આંખોના ડાર્ક સર્કલ તમારા ચેહરાની સુંદરતાને બગાડે છે. જેના માટે રોજબરોજની આદતમાં થોડા ફેરફાર સાથે એવા અસરકારક ઘરેલું ઉપચાર કરવા પણ જરૂરી છે, જેની કોઈ સાઈડ ઈફેક્ટ પણ થતી નથી.

ખીરું 

ખીરાનું રસ આંખોના નીચે થયેલ ડાર્ક સર્કલવાળા ભાગ પર લગાડવામાં આવે તો આ ડાઘા ધીમેધીમે ઓછા થવા લાગે છે. ખીરાના રસને કૂલિંગ ઈફેક્ટ માનવામાં આવે છે, જેના પ્રયોગથી આંખો નીચેના ડાર્ક સર્કલ, થાક અને નબળાઈમાં ખુબ ફાયદાકારક બની શકે છે.

દહીં 

દહીને આંખોની આજુબાજુ લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થવાની સાથે સાથે ત્વચામાં નિખાર પણ આવે છે. દહીંમાં થોડું બેસન મિક્સ કરી લગાડવાથી ડાર્ક સર્કલ જલ્દી દૂર થાય છે.

નારંગી

નારંગીમાં ખુબ વધારે પ્રમાણમાં વિટામીન સી હોય છે. નારંગીની છાલને સુકાવીને તેનું ચૂરણ બનાવી એક ડબ્બામાં ભરીને રાખી લો અને એક ચમચી ચૂરણમાં ઠંડુ દૂધ નાખી તેની પેસ્ટ તૈયાર કરી આ પેસ્ટને હળવા હાથથી આંખોની નજીક લગાડો. આ પ્રક્રિયા અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવાથી ઘણો ફાયદો જોવા મળશે.

બદામનું તેલ 

આંખોના ડાર્ક સર્કલ માટે બદામનું તેલ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. રોજ આ તેલના પ્રયોગથી તમારી ત્વચાને ખુબ ફાયદો થશે. આ સાથે બદામના તેલની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી. આ તેલને રાતે સુતા પહેલા હળવા હાથે આંખોની ચારે બાજુ મસાજ કરી છોડી દો. સવારે તમારા ચહેરાને હુંફાળા પાણીથી ધોઈ નાખો. આવુ કરવાથી ત્વચામાં ચમક આવશે અને ડાર્ક સર્કલ પણ દુર થવા લાગશે.

ફુદીનાના પાન 

ફુદીનાના લીલા પાન પણ આંખોના કાળા ડાઘા માટે ખુબ લાભદાયક છે. ડાર્ક સર્કલ દુર કરવા માટે ફુદીનાની પત્તીઓને પીસી તેની પેસ્ટ બનાવી લો અને આંખોની નીચે લગાવીને છોડી દો. આવું કરવાથી તમને થોડા જ સમયમાં ફરક દેખાવા લાગશે.


Gujarat