Get The App

ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે પણ સુંદર અને આકર્ષક દેખાવા ફોલો કરો આ ટિપ્સ

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે પણ સુંદર અને આકર્ષક દેખાવા ફોલો કરો આ ટિપ્સ 1 - image

અમદાવાદ, તા. 03 માર્ચ 2020, મંગળવાર

ઑફિસ જતી મહિલાને એક જ સમયે અનેક કામ કરવા પડે છે. તેમણે પોતાનું જીવન એ રીતે બેલેન્સ કરવુ પડે છે જેથી તમામ કામો સમયસર પૂરા થઈ જાય. પછી તે ઘરનું કામ હોય કે અન્ય જવાબદારીઓ. 

આ વચ્ચે તેમને મેકઅપ માટે વધુ સમય નથી મળતો. તે ખૂબ જ મહત્વનું છે કે આ બિઝી શિડ્યુલ વચ્ચે પણ તમે આકર્ષક અને સુંદર લાગો. અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ફક્ત 5 મિનિટમાં ઑફિસ માટે તૈયાર થઇ શકો છો…

ફાઉન્ડેશન

તમારી સ્કિનને અનુરૂપ ચહેરા પર પહેલાં થોડું ફાઉન્ડેશન એપ્લાય કરો. જે તમારા મેક-અપને ફ્રેશ અને લાંબો સમય ટકાવી રાખશે. ઓફિસમાં કે ફિલ્ડમાં તમે જ્યાં પણ કામ કરતાં હોય ત્યાં સુંદર અને સુઘડ દેખાવું જરૂરી છે.

કોમ્પેક્ટ

ફાઉન્ડેશન વાપર્યા બાદ તમારા ફેસ પર તમારા સ્કિનટોનને મેચ કરે તેવો કોમ્પેક્ટ લગાવો. જોકે હાલમાં તો એવું નથી રહ્યું કે તમારા સ્કિન ટોનનો જ કોમ્પેક્ટ તમે વાપરી શકો પણ જો તમારી સ્કિન ફેર હોય તો તમારે આ ખાસ ધ્યાન રાખવું પડશે. બસ ટચ-અપ કરો અને થઈ જાઓ રેડી.

ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે પણ સુંદર અને આકર્ષક દેખાવા ફોલો કરો આ ટિપ્સ 2 - imageવ્હાઈટ ટોન

માર્કેટમાં વ્હાઈટ ટોન પાઉડર પણ મળે છે. જો ફાઉન્ડેશન કે કોમ્પેક્ટ અવેલેબલ ના હોય તો આ ટોનર તમને સરસ આભા આપશે.

લિપ ગ્લોસ

તમારા પર્સમાં લિપસ્ટિકની જગ્યા ના હોય તો કંઈ નહીં પણ તમારી મનપસંદ ફલેવર અને કલરનું લિપગ્લોસ હંમેશાં તમારી જોડે રાખો. જે તમને સોબર અને ઓફિશિયલ લુક આપશે.

કાજલ

સ્ત્રીનાં નયનોમાં જો કાજળ ના હોય તો આંખો સૂની- સૂની લાગે છે, માટે આંખમાં હંમેશાં કાજળ આંજો. હાલમાં તો કાજલ પેન્સિલ સ્વરૂપે મળે જ છે. જે ફેલાશે પણ નહીં અને તમારી આંખોને સરસ પણ લાગશે.

આઈલાઈનર

આંખો પર હંમેશાં આઈલાઈનર જરૂર કરો જે તમને એકદમ ફ્રેશ લુક આપશે. હા, પણ ધ્યાન રાખજો કે તે પાતળી હોય.

મસ્કરા

વોટર કલરની મસ્કરા આપની પલકોને ઓર ઉઠાવ આપશે. ઘણીવાર મોડે સુધી કોમ્પ્યુટર સામે બેસી રહેવાથી આંખો પર ભાર લાગે છે. તો તેને દૂર કરવાનો સરળ માર્ગ એટલે આંખોનો શણગાર.

ડીઓ

પર્સમાં હંમેશાં એક ડીઓ રાખો. જે તમને તાજગીનો અનુભવ કરાવશે.

ડ્રેસિંગ

ડ્રેસિંગમાં તમારા કમ્ફર્ટનું સૌથી વધારે ધ્યાન રાખો. જીન્સ, લેગીન્સ કે કુર્તી અને ટીશર્ટ, શર્ટ કે સલવાર- કમીઝ વધુ શોભશે અને આરામદાયક પણ રહેશે.

એસેસરીઝ

હાથમાં ટ્રેન્ડી બ્રેસલેટ અને વોચ તમને સ્ટાઇલિશ બનાવશે. બીજી એસેસરીઝ પહેરવાનું ટાળો.

હેર સ્ટાઈલ

વાળને સાવ ખુલ્લા રાખવા કરતાં હાફ પોની અથવા પીનઅપ કરો.

આખરે ઓફિસમાં તમારે ઘર જેટલો જ સમય ગાળવાનો છે. એટલે લાંબો સમય ચાલે તેવો મેક-અપ અને આરામદાયક આઉટફિટ પર પસંદગી ઉતારો. દિવસમાં બેવાર ટચઅપ જરૂરથી કરો.

એસેસરીઝ

હાથમાં ટ્રેન્ડી બ્રેસલેટ અને વોચ તમને સ્ટાઇલિશ બનાવશે. બીજી એસેસરીઝ પહેરવાનું ટાળો.

હેર સ્ટાઈલ

વાળને સાવ ખુલ્લા રાખવા કરતાં હાફ પોની અથવા પીનઅપ કરો.

આખરે ઓફિસમાં તમારે ઘર જેટલો જ સમય ગાળવાનો છે. એટલે લાંબો સમય ચાલે તેવો મેક-અપ અને આરામદાયક આઉટફિટ પર પસંદગી ઉતારો. દિવસમાં બેવાર ટચઅપ જરૂરથી કરો.

Tags :