ઝડપથી ઘટાડવું છે વજન ? તો 5 દિવસ સુધી ફોલો કરો 'potato diet'
નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર 2019, ગુરુવાર
વધારે વજન આજકાલ દરેક વ્યક્તિ માટે સમસ્યા બની ગયું છે.
વધેલા વજનને ઘટાડવા માટે લોકો અનેક પ્રયત્નો કરતા હોય છે. પરંતુ સૌથી પહેલા તો જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે કાર્બોહાઈડ્રેટ્સથી દૂર રહેવું જોઈએ અથવા તો ઓછા પ્રમાણમાં તેનું સેવન કરવું.
વજન ઘટાડવા માટે સૌથી પહેલા લોકો બટેટાનું સેવન કરવાનું બંધ કરે છે. પરંતુ આજે તમને જણાવીએ એવા ઉપાય વિશે જેમાં બટેટા ખાવા છતાં તમારું વજન ઘટશે. આ છે ખાસ પોટેટો ડાયટ, જેમાં 5 દિવસ સુધી તમારે માત્ર બટેટાનું સેવન કરવાનું છે.
એક સ્ટડી અનુસાર 5 દિવસ સુધી આ ડાયેટને ફોલો કરવાથી વજન ઝડપથી ઘટે છે. તેનું કારણ છે કે બટેટું ખાધા પછી કલાકો સુધી ભુખ લાગતી નથી. તેનાથી પેટ ઝડપથી ભરાઈ જાય છે અને વ્યક્તિ ઓવરઈટિંગ કરતી નથી.
બટેટા એક સ્ટાર્ચી ફૂડ છે જેમાં કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે જ્યારે કેલેરી ઓછી હોય છે. તેનાથી મેટાબોલિઝમ વધે છે અને વજન નિયંત્રણમાં આવે છે.
એક મીડિયમ સાઈઝના બટેટામાં 168 કેલેરી હોય છે. જ્યારે બાફેલા બટેટામાં 100 કેલેરી હોય છે. વૈજ્ઞાનિકો અનુસાર બટેટા એવો ખોરાક છે જેનાથી વજન ઘટે છે પરંતુ સ્વાસ્થ્યને નુકસાન થતું નથી.
દિવસભરમાં તમે 10 બટેટા પણ ખાઓ તો તેનાથી તમારી હેલ્થ સારી રહે છે.
બટેટામાં ફાયબર અને પ્રોટીન ઉપરાંત વિટામિન બી, સી, આયરન, કેલ્શિયમ, ફોસ્ફોરસ જેવા પોષકતત્વો પણ હોય છે. બે કે ત્રણ બટેટાને બાફી અને છાલ સાથે દહીં ઉમેરી ખાવાથી સંપૂર્ણ આહારની ગરજ તે સારે છે.બટેટા વજન વધારતા નથી પરંતુ તેને તળવાથી, તેલ, મસાલા સાથે તેનું સેવન કરવાથી જે ચરબી પેટમાં જાય છે તેનાથી વજન વધે છે. બટેટાને છાલ સાથે ખાવાથી વધારે લાભ થાય છે. જે પાણીમાં બટેટા બાફેલા હોય તેને પણ ફેંકવું નહીં.