બાળકોને ચાંદી પહેરાવવાથી મળે છે 5 ફાયદા, ધર્મ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન
Health benefits of wearing Silver: નાના બાળકોને તેમના નામકરણ પર મોટા ભાગે ચાંદીના પાયલ, ચાંદીના કડા અને ચેન જેવી ભેટ આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પણ ચાંદી પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાંદીનો સબંધ ચંદ્ર સાથે જોડાયેલો છે. જે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારું હોવાનું કહેવાય છે. પરંતુ આજે અહીં આપણે ચાંદીના ધાર્મિક અને જ્યોતિષી કનેક્શન વિશે નહીં પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સીક્રેટ વિશે વાત કરવાના છીએ. ચાલો જાણીએ કે ચાંદી પહેરવાથી બાળકોને કયા ગજબ ફાયદા થાય છે.
બાળકોને ચાંદી પહેરાવવાથી મળે છે 5 ફાયદા
શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે
ચાંદીમાં રહેલ કુદરતી શીતળતાના ગુણો શરીરનું તાપમાન સામાન્ય રાખવામાં મદદ કરે છે. આ ધાતુ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને રક્ત પરિભ્રમણ સારું બનાવી રાખવામાં મદદ મળે છે. જે બાળકો વધુ પડતી ગરમી કે ઠંડીનો અનુભવ કરે છે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે નાના બાળકોને ચાંદીના કડા કે પાયલ ભેટમાં પણ આપવામાં આવે છે.
ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે
ચાંદી પહેરવાથી બાળકોની ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે અને મોસમી ચેપથી થતા રોગોનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે. ચાંદીમાં કુદરતી રીતે એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે, જે તેને બાળકો માટે એક ઉપયોગી ધાતુ બનાવે છે.
એન્ટિમાઈક્રોબાયલ ગુણ
ચાંદીમાં રહેલા કુદરતી એન્ટિમાઈક્રોબાયલ ગુણ બેક્ટેરિયા, ફૂગ અને કેટલાક વાયરસને ખતમ કરવામાં મદદ કરી શકે છે. નાના બાળકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે. પરંતુ ચાંદીના ઘરેણાં પહેરવાથી ચેપનું જોખમ ઓછું થાય છે. તે બાળકોને શરદી, ફ્લૂ અને અન્ય કોઈપણ પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.
આ પણ વાંચો: 'ભારત તો 40મા ક્રમે છે, સરકારે ચોથો ક્રમ કેવી રીતે બતાવ્યો..' અચાનક જ કેમ ભડકી કોંગ્રેસ
હાઈપોએલર્જેનિક ગુણ
ચાંદી હાઈપોએલર્જેનિક છે, જે બાળકોની સંવેદનશીલ ત્વચા પર બળતરા, ફોલ્લીઓ કે એલર્જીનું કારણ નથી બનતી.
તણાવ અને નેગેટિવ એનર્જીથી દૂર રાખે છે
ચાંદી પહેરવાથી બાળકોને તણાવ ઓછો અનુભવાય છે, જેનાથી તેમનું મન પણ શાંત રહી શકે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાંદીને ચંદ્ર સાથે જોડીને જોવામાં આવે છે, જે મન અને લાગણીઓને સંતુલિત બનાવી રાખવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે ચાંદીના ઘરેણાં પહેરવાથી બાળકોને નેગેટિવ એનર્જી અને ખરાબ નજરથી રક્ષણ મળે છે. જે તેમનું માનસિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે.