Get The App

આમળા ખાવાના 5 ફાયદા: હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
આમળા ખાવાના 5 ફાયદા: હાર્ટથી લઈને ત્વચા અને વાળ માટે છે ઉપયોગી 1 - image


Amla Benefits: આમળા એક નાનું ફળ છે પરંતુ તે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે. આયુર્વેદથી લઈને મોડર્ન રિસર્ચ સુધી તમામમાં તેના હેલ્થ બેનિફિટ્સના વખાણ થાય છે. પોષક તત્વોથી ભરપૂર આબળા તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકરક સાબિત થઈ શકે છે. જો તમે રોજ એક આબળાનું સેવન કરો તો તે તમારી ઈમ્યૂનિટી, ડાઈઝેશન, હાર્ટ, બ્લડ શૂગર, સ્કિન, વાળ માટે ચમત્કારી સાબિત થઈ શકે છે. તો આજે અમે તમને નાના ફળમાંથી મળતા મોટા ફાયદા વિશે જણાવીશું. 

ઈમ્યૂનિટી બૂસ્ટર

વિટામીન-C થી ભરપૂર આમળા તમારી ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરે છે. તે તમારા શરીરને સર્દી અને ફ્લૂ જેવા ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે. 

ડાઈઝેશન બૂસ્ટર

આમળા તમારા ડાઈઝેશનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રોજ એક આમળાના સેવનથી કબજિયાતથી રાહત મળે છે, એસિડિટીથી પણ રાહત આપે છે અને પેટને આરામ આપે છે. 

હાર્ટ હેલ્થને બૂસ્ટ કરે છે

આમળામાં એન્ટીઑકિસડન્ટ અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે, બ્લડ ફ્લોમાં સુધારો કરે છે અને હાર્ટ હેલ્થને પણ સપોર્ટ કરે છે. તમને જણાવી દઈએ કે, તેનાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. દર વર્ષે 1.79 કરોડ લોકો હાર્ટ એટેકથી જીવ ગુમાવે છે.

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે

આમળામાં રહેલ ક્રોમિયમ અને સૉલ્યુબલ ફાઈબર ઈન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરે છે અને બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરે છે.

ત્વચા અને વાળને કરે છે બૂસ્ટ

આમળા ત્વચાને યુવાન બનાવી રાખવા માટે કોલેજન પ્રોડક્શન વધારે છે, કરચલીઓ ઘટાડે છે, વાળ મજબૂત બનાવે છે, સફેદ થતા અટકાવે છે અને વાળ ખરતા ઘટાડે છે.

આ પણ વાંચો: શમીભાઈ જેવા બોલર ભાગ્યે જ મળશે પણ....', ટીમ સિલેક્શન મુદ્દે કેપ્ટન ગિલનો જવાબ

દરરોજ એક આમળાના સેવન કરવું એ તમારી ઈમ્યૂનિટી, ડાઈઝેશન, હાર્ટ, ડાયાબિટીસ, ત્વચા અને વાળને સુધારવાનો એક સરળ અને નેચરલ ઉપાય છે. આ નાનું ફળ સાબિત કરે છે કે ક્યારેક નાની-નાની વસ્તુઓ પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે. 

Tags :