Get The App

માસિક બરાબર ન આવવા માટે જવાબદાર હોય છે 10 કારણ, કરો તેનો દેશી ઈલાજ

Updated: May 8th, 2019

GS TEAM


Google News
Google News
માસિક બરાબર ન આવવા માટે જવાબદાર હોય છે 10 કારણ, કરો તેનો દેશી ઈલાજ 1 - image


અમદાવાદ, 8 મે 2019, બુધવાર

ભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલના કારણે મહિલાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ માનસિક તાણના કારણે સૌથી પહેલા મહિલાઓનું માસિક ચક્ર પ્રભાવિત થાય છે. નિષ્ણાંતોનું માનીએ તો મહિલાઓમાં અર્લી મેનોપોઝનું જોખમ પણ સ્ટ્રેસના કારણે વધી રહ્યું છે.

મોટાભાગની મહિલાઓને માસિક સમયે લાઈટ બ્લીડિંગ થતું હોય છે. માસિક સમયે તો આ રીતે થતું બ્લીડિંગ મહિલાઓને રાહત આપનારું લાગે છે પરંતુ લાઈટ બ્લીડિંગ જોખમી હોય છે. માસિક સમયે બરાબર રક્તસ્ત્રાવ થાય તે પણ ખૂબ જરૂરી છે. તો ચાલો આજે જણાવીએ કે લાઈટ પીરિયડ્સનું કારણ શું હોય છે અને તેને દૂર કેવી રીતે કરવું.

લાઈટ પીરિયડ્સ

માસિક સમયે થતા રક્તસ્ત્રાવથી શરીરની અંદર જામેલી ગંદકી દૂર થાય છે. એટલા માટે જરૂરી છે કે માસિકના દિવસો દરમિયાન બ્લીડિંગ બરાબર રીતે થાય.

મહિલાઓની લાઈફસ્ટાઈલના કારણે માસિક પ્રભાવિક થાય છે અને તેના ફળ સ્વરૂપ માસિકનો સમય ઘટી જાય છે અથવા તો બ્લીડિંગ ઓછું થાય છે. કેટલીક મહિલાઓને તો માસિક માત્ર 2 દિવસ જ આવે છે. આ રીતે આવતું માસિક ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે અને તેનાથી અર્લી મેનોપોઝ પણ આવે છે. 

ગર્ભાવસ્થાના કારણે લાઈટ બ્લીડિંગ

મહિલા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે 1 કે 2 દિવસ માટે લાઈટ બ્લીડિંગ થાય છે. આ રક્તસ્ત્રાવ ગર્ભના પ્રત્યારોપણના કારણે થાય છે. આ સ્થિતિમાં સૌથી પહેલા પ્રેગ્નેંસી ટેસ્ટ કરવો જોઈએ. 

વજન ઘટવું કે વધવું

વજન ઘટવાથી કે વધવાથી પણ માસિક પર અસર થાય છે. વજનમાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે પણ હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. તેના કારણે માસિક સમયે થતા રક્તસ્ત્રાવ પર અસર થાય છે. 

એક્સરસાઈઝ

મહિલાઓ સતત ભારે કસરત કરે તો પણ તેના પીરિયડ પર અસર થાય છે. મહિલાઓએ વધારે પ્રમાણમાં એનર્જી ડ્રિંક પણ પીવા જોઈએ નહીં. તેનાથી પણ માસિક પ્રભાવિત થાય છે. 

વધતી ઉંમર

વધતી ઉંમરની અસર પણ માસિક પર પડે છે. ઉંમર વધવાની સાથે રક્તસ્ત્રાવ અને માસિકના સમય પર પ્રભાવ પડે છે. તેને પ્રી મેનોપોઝ પણ કહેવામાં આવે છે. 

તાણ

વધારે પડતો સ્ટ્રેસ માસિકના હોર્મોન્સને બદલી દે છે. તેના કારણે માસિક અનિયમિત તો થાય જ છે સાથે જ લાઈટ બ્લીડિંગ પણ થાય છે. 

ગર્ભનિરોધક ગોળી

બર્થ કંટ્રોલ પિલ્સ ખાવાથી પણ માસિકમાં સમસ્યા થાય છે. ગર્ભ નિરોધક ગોળી શરીરમાં ઈંડા બનવા દેતી નથી અને તેના કારણે લાઈટ પીરિયડ થાય છે. 

ઊંઘનો અભાવ

8થી 9 કલાકની ઊંઘ ન કરવી પણ સ્ટ્રેસના હોર્મોન્સ વધારે છે અને તેનાથી માસિક ધર્મ પ્રભાવિત થાય છે. 

રક્તની ઊણપ

જે મહિલાઓમાં રક્તની ખામી હોય છે અથવા તો જેને એનીમિયા હોય છે તેમને પણ માસિક સમયે બ્લીડિંગ બરાબર થતું નથી. 

લાઈટ બ્લીડિંગની સમસ્યા દૂર કરો આ રીતે

1. આયરન અને વિટામિનથી ભરપૂર ગાજરનું સેવન કરો. તેનાથી હોર્મોન્સનું બેલેન્સ વધે છે અને રક્તની ઊણપ પણ દૂર થાય છે. 

2. તજનો પાવડર પાણીમાં ઉકાળી અને પીવાથી માસિક બરાબર આવે છે. 1 ગ્લાસ ગરમ દૂધમાં તજનો પાવડર ઉમેરી અને પી શકાય છે.

3. રોજ 200 ગ્રામ પપૈયું ખાવાથી પણ શરીરમાં રક્ત પ્રવાહ સુધરે છે. 

Tags :