આ મહિલાને કેવો શોખ! ઘરમાં રાખે છે 1 લાખ કોક્રોચ અને 300થી વધારે પ્રાણીઓ


નવી દિલ્હી,તા.23 ઓક્ટોબર 2022, રવિવાર

અમેરિકામાં એક ચોંકાવનારી ઘટના આવી છે. મહિલાના ઘરમાંથી એક લાખ કોક્રોચ અને 300થી વધુ પ્રાણીઓ મળી આવ્યા છે. પોલીસે આ મહિલાની ધરપકડ કરી છે. ઘરની માલિક 51 વર્ષની મહિલા છે, જે એક સામાજિક કાર્યકર છે. પોલીસને ઘરમાંથી ગેરકાયદેસર પ્રાણીઓ રાખવાની જાણ ત્યારે થઈ જ્યારે એક દર્દીએ ભૂલથી તેમના ઘરમાં ફાયર એલાર્મ વગાડ્યું હતું. આ પછી ફાયર બ્રિગેડની ગાડી ઘરની બહાર પહોંચી ગઈ. આ મહિલા તે સમયે તેના ઘરે કેટલાક દર્દીઓને મળી રહી હતી.

મળતી માહિતી અનુસાર, ઘરમાંથી 1,00,000 થી વધુ કોક્રોચ મળી આવ્યા હતા, જેમાં 118 સસલા, 150 પક્ષીઓ, સાત કાચબા, ત્રણ સાપ અને 15 બિલાડીઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરની હવા એટલી હાનિકારક હતી કે કોઈ પણ અંદર લાંબા સમય સુધી રહી શકે નહીં. તેથી રેસ્ક્યુ ટીમને હેઝ-મેટ સૂટ પહેરવાની ફરજ પડી હતી.  કહેવામાં આવી રહ્યું છે કે કરીન કીઝ નામની આ મહિલાને જાનવરોનો ખૂબ શોખ હતો. પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ માટે તેના મિત્રો તેને ‘સ્નો વ્હાઇટ‘ કહેતા.

તેના એક મિત્રએ બચાવમાં કહ્યું, ‘તેને ખબર પડી કે એક પાલતુ જાનવરોની દુકાન બંધ થઈ રહી છે અને તે પ્રાણીઓને બચાવવા ગઈ હતી કારણ કે તે ઇચ્છતી ન હતી કે તેઓ બેઘર રહે. જ્યારે તેને જણાયું કે કોઈ પ્રાણી બીમાર છે અથવા તેને ઘરની જરૂર છે ત્યારે તેની સારી રીતે દેખભાળ કરતી.

City News

Sports

RECENT NEWS