Get The App

મુંબઈથી ઉપડેલી ૧ર૦૦ પ્રવાસીઓ સાથે ખાસ ટ્રેનનું આજે સવારે ભુજમાં આગમન

- ૧૫ ટકા ખર્ચ રેલવે અને ૮પ ટકા ખર્ચ મહારાષ્ટ્ર સરકાર ભોગવશે

- કવોરન્ટાઈન માટે ભુજમાં ત્રણ અને ગાંધીધામમાં એક સ્થળ નિયત કરાયા

Updated: May 29th, 2020

GS TEAM

Google News
Google News
મુંબઈથી ઉપડેલી ૧ર૦૦ પ્રવાસીઓ સાથે ખાસ ટ્રેનનું આજે સવારે ભુજમાં આગમન 1 - image

ભુજ,ગુરૃવાર

મુંબઈાથી વધુ એક સ્પેશિયલ ટ્રેન આજે સવારે કચ્છ આવશે. ૧ર૦૦ પ્રવાસીઓ મટો રર એલએચબી કોચ ટ્રેનમાં જોડાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રેનમાં આવનાર પ્રવાસીઓને કવોરેન્ટાઈન કરવા માટે ભુજ અને ગાંધીધામના ચાર સૃથળો આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે. કચ્છી લોકો માદરે વતન આવી રહ્યા હોઈ લોકોની સરળતા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસૃથા કરવામાં આવી છે.

મુંબઈાથી ગત સપ્તાહે આવેલી ટ્રેન બાદ બીજી સ્પેશિયલ ટ્રેન રાત્રે ૯ કલાકે બોરીવલીથી ઉપડી સાંજે સવારે ૧૦.રપ કલાકેભુજ પહોંચશે તેવું સૂત્રો પાસેાથી જાણવા મળ્યું છે. ૧ર૦૦ પ્રવાસીઓ માટે રર એલચેબી કોચ ટ્રેનમાં જોડાશે જો કે ગત સપ્તાહે આવેલી સ્પેશિયલ ટ્રેનમાં નોંધણી કરતા ઓછા પ્રવાસીઓ આવ્યા હતા. આ ટ્રેનનો ૧પ ટકા ખર્ચ રેલવે જ્યારે ૮પ ટકા ખર્ચ મહારાષ્ટ્ર સરકાર ભોગવી રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. ટ્રેનમાં આવનાર પ્રવાસીઓને કવોરેન્ટાઈન કરવા ભુજ ત્રણ અને ગાંધીધામમાં એક લોકેશન આઈડેન્ટીફાય કરવામાં આવ્યા છે.

Tags :