શું છે ગ્રામ પંચાયતની કામગીરી? સરપંચ-તલાટી મંત્રીની ફરજો જાણો
- દાવેદારી નોંધાવનારાઓ પણ ગ્રા.પં. ની કામગીરી વિશે પૂરતા અવગત હોતા નથી
ભુજ,ગુરૃવાર
આગામી દિવસોમાં રાજયમાં ૧૦ હજારાથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ ૪થી ડિસેમ્બર છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વોર્ડ સભ્ય અને સરપંચ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટયો છે. પરંતુ બીજીતરફ સરપંચની શું ફરજો હોય છે? વોર્ડ સભ્યની શું કામગીરી હોય? ગ્રામ પંચાયતમાં કેવી કામગીરી થાય તે સહિતની બાબતોથી ખુદ ઉમેદવારો પણ અજાણ હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શિક્ષિત તેમજ અભણ એમ બંને લોકો દાવેદારી નોંધાવતા હોય છે પરંતુ અમુક વખત પુરતી જાણકારીના અભાવે ગ્રામજનોને સરકારી યોજનાઓના લાભો ચૂંટાયેલા ઉમેદવારો અપાવી શકતા હોતા નાથી ત્યારે સૃથાનિક સ્વરાજયની સંસૃથા ગ્રામ પંચાયત વિશે કેટલીક માહિતી રજૂ કરવામાં આવી છે જે ચૂંટણી ટાંકણે મતદારો અને ઉમેદવારો બંને માટે ઉપયોગી સાબિત થાય તેમ છે.
ગ્રામ પંચાયત
ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસૃથા છે, જે ભારતની પંચાયતી રાજ પધૃધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહિં તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવક, સરપંચ અને અન્ય ગ્રામ પંચાયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહિંાથી કરવામાં આવતા હોય છે.
માળખુ
સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણવામાં આવે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંાથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ તાથા સભ્યો પાંચ વર્ષ માટે ચૂંટાય છે.ગ્રામ પંચાયત ૮ાથી ૧૬ સભ્યોની બનેલી હોય છે.ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી તલાટી કમ મંત્રી પણ હોય છે, જેણે ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વિગેરે કાર્યો કરવાના હોય છે.
કાર્યો
ગ્રામ્ય કક્ષાના પ્રશ્રોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખુ તાથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિાધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે,
- સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, - ખાસ રોજગાર યોજના - ઇન્દિરા આવાસ યોજના
- ગ્રામીણ સ્વચ્છતા યોજના, - ગોકુળ ગ્રામ યોજના, - સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના
ગ્રામ સભા
ગ્રામ સભા એટલે ગામના લોકોને આગોતરી જાણ કરીને ભરતી સભા. ગ્રામ સભામાં ગ્રામજનો, મામલતદાર, પંચાયત મંત્રી, સરપંચ વિગેરેની હાજરી રહે છે. ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે અને દર વર્ષે બે વખત ગ્રામ સભા બોલાવવી ફરજીયાત હોય છે.જેમાં ગામનો કોઈ પણ સભ્ય કે જે પુખ્ત વયનો હોય તે ભાગ લઈ શકે છે. તે ગ્રામ સભાનો સભ્ય ગણાય છે અને તેને હાજર રહેવાનો, મત આપવાનો અને દરખાસ્ત કરવાનો અિાધકાર હોય છે.
મહિલા સર૫ચોને ધ્યાને રાખીને સરપંચ કાર્ટૂન એનિમેશન મુવી બનાવાઈ
કચ્છ જિલ્લાની ૪૮૨ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. આ ગ્રામ પંચાયતો ઉપર નવ નિયુક્ત સરપંચ અને વોર્ડ સભ્યોની નિમણુંક થશે. સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો માટે ૫૦ % મહિલા અનામત છે.એટલે મહિલાઓ માટે સીધી ભાગીદારી પંચાયતમાં આવી શકે છે. અને જયારે મહિલા આગેવાની સરપંચ હોય છે ત્યાં ગામના વિકાસના કામો સાથે સાથે સામાજીક મુદા, શિક્ષણ, આરોગ્ય, રોજગારી વગેરે જેવા મુદાને વાધારે પ્રાધાન આપે છે. અને આવા ઉદાહરણો સાથે કાર્ટુન મુવીમાં બતાવ્યા છે અને ગામમાં દરેક વર્ગના લોકો જેમાં યુવા પેઢી હોય કે વડીલો હોય તે સ્વીકારે કે મહિલાઓ સરપંચ હોય તો તેમને વહીવટ કરવા આગળ આવવા દે અને જયાં જયાં જરૃર હોય ત્યાં મહિલાઓને મદદરૃપ થાય જેાથી પોતાના ગામમાં દરેક ક્ષેત્રમાં વિકાસ જોઈ શકાય. આ કાર્ટુન એનિમેશ મુવી કચ્છ મહિલા વિકાસ સંગઠનના યુ ટયુબ ચેનલ પર મુકવામાં આવી છે.
ઈન્ફોર્મેશન સપોર્ટ સેન્ટરમાં મહિલા ઉમેદવારોને માર્ગદર્શન
કચ્છ જિલ્લામાં મહિલાઓની ઉમેદવારી નોંધાય, સમસ્યાના સમાધાન માટે અને ગામના વિકાસમાં ભાગીદારી આપવા નોંધાવે તેવી મહિલાઓને ઉમેદવારી પત્રને ભરવાથી લઈને પરિણામ સુાધી સાચી અને પુરતી માહિતી મળી રહે તેના માટે ઈન્ફોર્મેશન સેન્ટરાથી મહિલા ઉમેદવારો માર્ગદર્શન મળી રહે તેવા હેતુાથી દરેક તાલુકા માથકે ઈન્ફોર્મેશન સપોર્ટ સેન્ટરો ઉભા કરવા જિલ્લા ચૂંટણી અિધકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ સેન્ટર પરાથી જિલ્લાના દરેક તાલુકા માથકાથી મહિલાઓ પોતાના ઉમેદવારી સંબંધી પ્રશ્રોનું નિરાકરણ મળી રહેશે.
રાપર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લડવા ઉમેદવારોનો ધસારો
હાલ માવઠાના માહોલ વચ્ચે રાપર તાલુકા માં શિયાળાની ઠંડીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ગરમાવો આવી ગયો છે ત્યારે છેલ્લા બે દિવસાથી અનેક ગામોમાંથી સરપંચ અને વોર્ડના સભ્યો તરીકે ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવી રહ્યા છે. તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જુદા જુદા ગામોમાંથી રાપર તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી ખાતે પોતાના ટેકેદારો સાથે સરપંચ પદ અને સદસ્યો સાથે ફોર્મ ભર્યા બાદ રજૂ કરવા માટે આવી રહ્યા છે તો આજે સરપંચ પદ માટે કુલ ૪૨ અને વોર્ડ ના સદસ્યો તરીકે૧૮૮ જેટલા ફોર્મ રજુ કરવામાં આવ્યા હતા. આ અંગે વાધુ માહિતી આપતા નાયબ મામલતદાર યોગેશ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું કે અત્યાર સુાધી મા સરપંચ માટે કુલ ૬૩ અને વોર્ડ ના સદસ્યો તરીકે ૨૯૯ ઉમેદવારો એ ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે આગામી બે દિવસમાં તમામ ગામોમાં ઉમેદવાર પોતાના ઉમેદવારી પત્રો રજૂ કરશે તો આજે રાપર તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે અનેક વાહનો સાથે અસંખ્ય લોકો ઉમટી પડયા હતા અને પોતાના ટેકેદારો સાથે ઉમેદવારો ઢોલ સાથે ઉમેદવારી નોંધાવી હતી આમ દિવસે દિવસે વાગડ ના મેદાની વિસ્તારમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.