કચ્છમાં યોજાતા વિવિધ લોકમેળાને કોરોના મહામારીનું ગ્રહણ લાગશે!
- મેળાઓ મારફતે આખા વર્ષની કમાણી કરી લેનારા ધંધાર્થીઓને ફટકો
- ભુજંગદેવનો મેળો, શિતળા-સાતમનો મેળો, રવેચીનો મેળો, નાના અને મોટા યક્ષ સહિતના મેળાઓ યોજાશે કે કેમ? સવાલ
ભુજ, ગુરૃવાર
કોરોના મહામારીએ આખા વિશ્વને થંભાવી દિધું છે. ભીડ જમા થાય તે પ્રકારના સૃથળો અનેે મેળાવડા પર હાલપુરતી ભારત સરકારે રોક લગાવી દિાધી છે. ત્યારે શ્રાવણમાસાથી યોજાનારા મેળા આ વર્ષે ન યોજાય તેવી વકી છે. જો આમ થશે તો હજારો ધંધાર્થીઓના રોજગારને પણ ફટકો પડશે.
મળતી માહિતી મુજબ દેશ તાથા રાજ્યમાં કોરોના કેસ દિવસા દિવસ વાધી રહ્યા છે. લોકડાઉન ખુલ્યા બાદ કેસમાં વાધારો થયો હોવાથી સરકાર દ્વારા આકરા નિર્ણયો લેવાયા છે જેમાં ભીડ એકત્ર થાય તે પ્રકારના જાહેર કાર્યક્રમોથી માંડીને શાળા સુધૃધા બંધ રખાઈ છે. ત્યારે આ સિૃથતીમાં લાખો લોકો જ્યાં મુલાકાત લેતા હોય તેવા મેળા-મલાખડા યોજવા પરવાનગી મળશે કે કેમ તે સવાલ ઉઠયો છે. જાણકારોના મતે શ્રાવણમાસાથી કચ્છમાં નાના-મોટા મેળાઓની મોસમ શરૃ થઈ જતી હોય છે. દરેકગામના પોતાના સૃથાનિક મેળા ઉપરાંત કચ્છના મોટા અને જાણીતા મેળાઓમાં મહાલવા જીલ્લાભરમાંથી લોકો ઉમટતા હોય છે. જેમાં ભુજંગદેવનો મેળો, શીતળા-સાતમનો મેળો, રવેચીનો મેળો, નાના યક્ષનો તાથા મોટા યક્ષનો મેળો વગેરેમાં લાખો લોકો આવતા હોવાથી સંક્રમણનો ખતરો વધુ રહેશે. ત્યારે રાજ્ય સરકારે મેળા ન યોજવા લીધેલા નિર્ણય બાદ કચ્છના મેળાઓને પણ ગ્રહણ લાગે તેવી શક્યતા છે. સૃથાનિક તંત્રને હજીસુાધી પરિપત્ર મળ્યો નાથી પરંતુ આવનારા દિવસોમાં આ અંગે જાહેરાત કરાય તેવી સંભાવના છે. જાણકારોએ જણાવ્યું હતું કે, મેળા ન યોજાવાથી સૌથી વધુ અસર નાના વર્ગને થશે જે વિવિાધ ચીજો વેંચીને આખા વર્ષનું પેટીયું રળી લેતા હોય છે. ખાણી-પીણીના વેપારીઓ તાથા ચકડોળ સહીતના સાધનો રાખનારાઓને લાખોનો ફટકો પડશે. કોરોનાએ પહેલાથી જ લો કોની આિાર્થક કમર તોડી નાખી છે ત્યારે મેળા પર ગ્રહણ લાગતા આ સમયે કમાવવાનો મોકો પણ હાથમાંથી છીનવાઈ જશે.