રસ્તા ઉપર જુવાર, રતડના રોટલા બનાવી કોંગ્રેસનો અનોખો વિરોધ
- જીવન જરૃરિયાતની ચીજ વસ્તુઓના હાર પહેરી આક્રોશ દર્શાવ્યો
- ભાજપ કાર્યાલય તરફ કૂચ કરી રહેલા કચ્છ કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ
ભુજ,શનિવાર
જુવાર, રતડના રોટલા બનાવી મીઠા સાથે આરોગી તેમજ જીવન જરૃરિયાત ચીજ વસ્તુઓના હાર પહેરીને મોંઘવારીના મુદે આજે ભુજમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ કાર્યાલય તરફ કૂચ કરી રહેલા આગેવાનો-કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ભુજ મધ્યે જયુબીલી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી આદમભાઈ ચાકી તેમજ ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીના નેતૃત્વ હેઠળ જુવાર, રતડના રોટલા જાહેર માર્ગો પર ગેસ નહિં પણ ચુલો પ્રગટાવી- જીવન જરૃરી ચીજવસ્તુઓના હાર ગળામાં પહેરી ગેસ, ઘઉં,સીંગતેલ તાથા જીવન જરૃરી ચીજવસ્તુઓના પ્રતિકાત્મક વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહિલા કોંગ્રેસ પ્રમુખ પુષ્પાબેન સોલંકી, નગર સેવિકા સહિત કાર્યકર બહેનો દ્વારા વિરોધ વ્યકત કર્યો હતો. જીવન જરૃરી ચીજવસ્તુ તાથા શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા, ફુગાવાનો વિરોધ કરતા જણાવ્યુ હતુ કે, કેન્દ્ર તાથા ગુજરાતની ભાજપ સરકાર મોંઘવારીના મુદે નિષ્ફળ નીવડી છે. પ્રજા પાયમાલ છે, મધ્યમવર્ગના હિતમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ, સીંગતેલ, ઘઉં વિગેરે વસ્તુઓના ભાવોના અંકુશ લેવામાં નહિ આવે તો પ્રજામાં વિદ્વોહ ફાટી નીકળશે. દેશમાં કટોકટી સર્જાશે. દેશનું આૃર્થતંત્ર છીન્ન-ભિન્ન થઈ જશે જેાથી સરકાર આ વસ્તુઓના ભાવો કાબુમાં લાવે નહિં તો કોંગ્રેસ દ્વારા જેલ ભરો આંદોલન કરાશે તેવી ચિમકી આપી હતી. સુત્રોચ્ચાર સાથે ભાજપ કાર્યાલય તરફ કુચ કરી રહેલા આગેવાનો-કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
નલિયામાં ગેસના બાટલાને પુષ્પાજંલિ અર્પણ કરાઈ
બીજીતરફ અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ તેમાં નલિયા ગ્રામ પંચાયત ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ ગેસના સિલિન્ડર ને પુષ્પાંજલિ કરવામાં અર્પણ કરવામાં આવેલ. ભાજપ મસ્ત પ્રજા ત્રસ્ત બહોત હુઈ મહેંગાઈ કી માર અબ હટાવો ભાજપકી સરકાર. જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવેલ અને પ્રજા પર પડતીમોંઘવારીનો માર માટે લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.