Get The App

ગાંધીધામ-અંજારમાં અઢીથી ચાર ઈંચ વરસાદ

- મહિનાઓથી સૂકી કચ્છની ધરાની તરસ છીપાઈ

- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકાની પોલ ખુલી વાગડ પંથકમાં ધીમીધારે વરસતા વરસાદથી ખેડૂતોના પાકને જીવતદાન

Updated: Jul 12th, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીધામ-અંજારમાં અઢીથી ચાર ઈંચ વરસાદ 1 - image

ભુજ,શનિવાર

કચ્છમાં સચરાચર ધીમી ધારે વરસી રહેલા મેઘરાજાએ પાકોને જીવંતદાન આપ્યું છે. આજે અંજાર, ગાંધીધામ પંથકમાં અઢીથી ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહી નીકળ્યા હતા. રાપર, ભચાઉ, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી, મુંદરા સહિતના તાલુકાઓમાં વરસાદી માહોલ રહેવા પામ્યો હતો.

કચ્છમાં સચરાચર વરસાદ વરસી રહ્યો છે, આજે બપોર બાદ પૂર્વ કચ્છના અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર સહિતના વિસ્તારોમાં વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઐતિહાસિક અંજાર શહેરમાં બપોરે ૧રાથી સાંજે પાંચ વાગ્યા સુાધી સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો જેને લઈને શહેરીજનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. ગાંધીધામ પંથકમાં અઢીથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડયો હતો જેને લઈને શહેરના સાવલા ચોક, સરદાર પટેલ માર્કેટ, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં વરસાદ પડતાની સાથે જ નગરપાલિકાની પોલ ખુલી ગઈ હતી. એટલું જ નહીં ઠેરઠેર ખાડાઓ પડી જતાં નગરપાલિકાની કાગગીરી સામે અને સવાલો ઉભા થયા હતા. જ્યારે જ્યારે વરસાદ પડે છે તેવા સમય ગાળા દરમિયાન પાણી ભરાઈ જાય છે અને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અંજારમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મેઘપર કુંભારડી નજીક આવેલી ગોલ્ડ સીટીમાં પાણી ભરાઈ ગયા હતા, ખેડોઈ, સતાપર, રતનાલ, સાપેડા સહિતના ગામોમાં વરસાદી હેલી વરસી હતી. ભુજ તાલુકાના કોટડા ચકારમાં ભારે ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદનું આગમન થતા ગ્રામજનો ખુશીમાં ઝુમી ઉઠયા હતા. જાબુંડી, રેહા, થરાવડા, માધાપર, મીરઝાપર, સુખપર, માનકુવા, દેશલપર, પધૃધર, ભુજોડી, ધાણેટી, કનૈયાબે,  નારાણપર, કેરા, બળદીયા, ભારાપર, મેઘપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મુખ્ય માથક ભુજ ખાતે ધુપ-છાંવ વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા વરસ્યા હતા. દિવસ દરમિયાન ભારે ઉકળાટ પણ જોવા મળ્યો હતો. ભચાઉ તાલુકાના વોંધ, ચોબારી, મનફરા, ખારોઈ, કબરાઉ સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડયા હતા. રાપરમાં ગત રાત્રે વરસાદી ઝાપટા વરસ્યા હતા. બે દિવસાથી પડી રહેલા સારા વરસાદને લઈને મગ, કપાસ, કોરડ, એરંડા, મગફળી, બાજરી, તલ, ગુવાર, મઠ સહિતના પાકોને ફાયદો થશે. આજે નીલપર, ખીરઈ, ચિત્રોડ, કીડીયાનગર, ભીમાસર, રવ, નંદાસર, ફતેહગઢ, પલાંસવા, ગાગોદર, આડેસર, બેલા, મૌવાણા, જાટાવાડા, બાલાસર, શિરાનીવાંઢ, લોદ્રાણી, રામવાવ, ત્રંબૌ, સુવઈ, ગૌરીપર સહિતના ગામડાઓમાં ઝાપટા પડયા હતા જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પશ્ચિમ કચ્છના નખત્રાણા, અબડાસા અને લખપત પંથકના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Tags :