Get The App

કચ્છમાં નવા બે કેસઃ એક દિવસમાં ૧૭,૦૮૭ લોકોને કોરોનાની રસી

- શનિવારે ભુજમાં નવા બે દર્દી આવતા એક્ટિવ કેસ ૪

- ૧૪,૪૮,૧૯૭ પ્રથમ ડોઝ સામે આજ દિન સુધીમાં ૯,૯૮,૮૭૯ લોકોએ રસીનો બીજો ડોઝ લીધા

Updated: Nov 28th, 2021

GS TEAM

Google News
Google News
કચ્છમાં નવા બે કેસઃ એક દિવસમાં ૧૭,૦૮૭ લોકોને કોરોનાની રસી 1 - image

ભુજ,શનિવાર

કચ્છમાં શનિવારે કોરોનાના નવા બે કેસો નોંધાયા હતા. આજે ભુજ શહેરમાં કોરોનાના નવા બે કેસો નોંધાતા કચ્છમાં કોરોનાના કુલ કેસોનો આંક ૧૨૬૬૧ પહોંચ્યો છે. કોરોનાના નવા વેરીયન્ટાથી દુનિયા ફફડી ગઈ છે ત્યારે કચ્છમાં કોરોનાની રસીનો પ્રાથમ ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેવામાં લોકોમાં ઉત્સાહ જોવા મળતો નાથી. કચ્છમાં આજ શનિવાર સુાધીમાં ૧૪,૪૮,૧૯૭ લોકોએ રસીનો પ્રાથમ ડોઝ લીધો છે જયારે તેની સામે બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા ૯,૯૮,૮૭૯ પહોંચી છે. કચ્છમાં આજે શનિવારે એક જ દિવસે ૧૭૦૮૭ લોકોએ કોરોનાની રસીનો પ્રાથમ ડોઝ લીધો હતો.

એકતરફ કોરોનાની રસી અપાવવા મામલે જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ ઉપર અિધકારીઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યુ છે તો બીજીતરફ રોજેરોજ ૧૭ હજાર આસપાસ રસી લેતા હોય તેવુ રેકર્ડ ઉપર બતાવાય છે. તો બીજો ડોઝ લેવા મામલે લોકોમાં બેદરકારી જોવા મળે છે. કચ્છમાં આજે શનિવારે ૧૭૦૮૭ લોકોએ રસીનો પ્રાથમ ડોઝ લીધો હતો. આમ, પ્રાથમ ડોઝ લેનાર લોકોની સંખ્યા ૧૪,૪૮,૧૯૭ પહોંચી છે અત્યાર સુાધી ૯,૯૮,૮૭૯ લોકોએ બીજો ડોઝ લીધો છે.