કચ્છમાં કોરોના કાળમુખો બન્યો : વધુ બેના મોત, ર૧ નવા કેસ!
કુલ પોઝિટિવ કેસનો આંક ૩૭૮, એક્ટિવ કેસ ૧૨૦ અને અત્યાર સુધીમાં રર દર્દીઓના મોત
ભુજ, બુાધવાર
કચ્છમાં કોરોના દિવસેને દિવસે વકરી રહ્યો હોય તેમ આજે વધુ બે દર્દીઓના મોત થયા છે. જ્યારે એક સાથે ૨૧ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. સૌથી વધુ ગાંધીધામ ૪, આદિપુર ૩, ભુજમાં ૪, નલીયા ૪, અંજાર ૨, રતનાલ, કોડાય, માધાપર અને દયાપર એક - એક કેસ નોંધાયો છે. આ સાથે જિલ્લામાં એક્ટીવ કેસ ૧૨૦ તાથા કુલ પોઝિટિવ કેસ ૩૭૮ થઈ ગયા છે. કચ્છમાં બે દર્દીઓના મોત સાથે મૃત્યુ પામેલા કુલ દર્દીનો આંક રર સુાધી પહોંચ્યો છે.
કચ્છમાં કોરોના વાઈરસના કારણે આજે વધુ બે દર્દીઓનો ભોગ લેવાયો છે. બીજી તરફ પોઝિટિવ આવેલા કેસોની મળતી માહિતી મુજબ ગાંધીધામના ભારતનગરના ૬૯ વર્ષના મહેન્દ્રભાઈ પરમ, માઉન્ટ આબુાથી આવેલા સિંધુ બાગના ૬૪ વર્ષના જગદીશ અગ્રવાલ, અપનાનગરના ૩૮ વર્ષના અનીલભાઈ વાડીલાલ તાથા આદિપુરના મહાવીનગરમાં રહેતા અને રાજકોટાથી આવેલા ૨૪ વર્ષના તેજસ આહીર, વોર્ડ-બીમાં રહેતા ૮૨ વર્ષના રાધેશ્યામ મોટવાણી , ૬૫ વર્ષના હિરાલાલ ઠક્કર,વિરાજ રેસીડેન્સીમાં રહેતા ૪૩ વર્ષના દિપક વાઘમશી સંક્રમણનો શિકાર થયા છે. તો ભુજમાં આરટીઓ રીલોકેશનમાં ગરબી ચોક, બી-૩૫૫માં રહેતા ૨૭ વર્ષના શીવમ ગોર, જય નગરમાં વાર્ધમાનગરમાં પ્લોટ-૧માં હેતા ૨૮ વર્ષના રીધૃધી ઠક્કર તાથા તેમની માતા હિના ગીરીશ ઠક્કર, ગણેશનગરમાં રહેતા ૫૬ વર્ષના અશોક હરીભાઈ તાથા માધાપરમાં રહેતા ૩૦ વર્ષના પ્રવીણ બ્રાહ્મણ પોઝિટિવ આવ્યા છે.જ્યારે અબડાસાના નલીયામાં પોઝિટિવ દર્દીના સંપર્કમા ંઆવ્યાથી એક જ પરીવારના ચાર જણને ચેપ લાગ્યો છે. જેમાં ૩૬ વર્ષના કુસુમ ઠક્કર,૩૬ વર્ષના પાયલ ઠકકર, ૬૪ વર્ષના ભુપેન્દ્ર ઠકકર તાથા૧૧ વર્ષના માહી ઠકકરનો સમાવેશ થાય છે. અંજારના યમુનાપાર્કમાં ૪૯ વર્ષના જગન્નાથ ગુપ્તા, શહેરના સ્વામિનારાયણ મંદિર પાસેના પુજારા ફળીયાના ૪૯ વર્ષના રક્ષા ઠક્કર તાથા રતનાલના ૩૩ વર્ષના ગોમતી માતા સંક્રમણનો શિકાર બન્યા છે. તો માંડવીના કોડાયના લોહાણ ફળીયાના ૫૦ વર્ષના નીલેશ વેદાંત તાથા લખપત તાલુકાના દયાપરમાં મુંબઈાથી આવેલા ૩૦ વર્ષની દર્શના શાહને ચેપ લાગતા સારવારમાં ખસેડાયા હતા. આમ, કચ્છમાં આજે કોરોનાને મહત આપીને ૮ લોકો સાજા થતા તેઓને રજા અપાતા કુલ સાજા થયેલા દર્દીનો આંક ૨૩૮ થયો છે. જ્યારે અત્યારસુાધી ૨૨ના મોત થઈ ચુક્યા છે.
મોથાળાના વૃદ્ધ અને વીડીના આધેડને કોરોના ભરખી ગયો
કચ્છમાં કોરોના કાળમુખો બન્યો હોય તેમ હવે ટપોટપ દર્દીઓના મોત થવા માંડયા છે. આ સિૃથતિ વચ્ચે કોરોનાની સારવાર લઈ રહેલા વધુ બે દર્દીઓના મોત થયા હોવાનું આરોગ્ય તંત્રએ આજે જાહેર કર્યું છે. અંજાર તાલુકાના વીડી ગામના કેશવજી સોરઠિયા(ઉ.વ.૪૬)ને ગત તા.૧પ ના રોજ તાવ, ઉાધરસ અને શ્વાસ લેવામાં તકલીફની બિમારી સાથે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ડાયાબીટીશ અને હાઈપર ટેન્શન જેવી બિમારીથી પિડાતા હતા. જ્યારે અબડાસા તાલુકાના મોથાળાના લક્ષ્મીચંદ ગોપાલજી ભાનુશાળી(ઉ.વ.૬પ)ને ગત તા.૧૭ના રોજ તાવ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ સાથે દાખલ કરાયા હતા. આ વૃદ્ધને પણ ડાયાબિટીશની બિમારી હતી. બંને દર્દીઓને વેલ્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. દરમિયાનમાં આજે બંનેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ બે દર્દીઓના મોત સાથે કચ્છમાં કોરોનાથી મૃત્યુ પામેલા કુલ દર્દીઓનો આંક રર થયો છે.
ગાંધીધામમાં સર્વે કરવા ગયેલા આરોગ્ય કર્મચારી પર હુમલો
દેશમાં કોરોના મહામારી વચ્ચે પોતાના જીવને જોખમમાં મૂકી રાત દિવસ મહેનત કરતા આરોગ્ય કર્મચારી ઉપર કચ્છના ગાંધીધામની ઈફ્કો કોલોનીમાં હુમલો થતા ફિટકાર વરસ્યો છે.
ગાંધીધામમાં કોરોના વોરિયર ઉપર હુમલો કરવામાં આવ્યો છે ગઈ કાલે ગાંધીધામના ઇફકો કોલોનીમા કોરોના પોઝિટિવ આવ્યો હતો જે વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કોરોના વોરિયર આરોગ્ય કર્મચારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે વિજયભાઈ પરમાર નામના આરોગ્ય કર્મચારી પર હુમલો કરાયો છે વિજયભાઈ ઇફ્કો કોલોનીમા કોરોના કેસ બાદ સૃથાનિકે સર્વ કરતા હતા ત્યારે એક દારૃ પીધેલા સૃથાનિકે લાકડી વડે માર માર્યો હતો સર્વેની બાબતમાં પૂછતાછ કરતા ઉશ્કેરાઇ જઇ આ હુમલો કરાયો હતો. આ વર્કરને કાનમાં ઇજાઓ પહોંચી છે આરોગ્ય કર્મીને સારવાર આૃર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. બી ડિવિઝન પોલીસે વાધુ તપાસ હાથ ધરી છે.
નલીયામાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો સરેઆમ કરાતો ભંગ
અબડાસા તાલુકાના નલીયામાં કોરોનાની મહામારી વચ્ચે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. નલીયામાં કોરોનાના કેસો વાધી રહ્યા છે તેની સામે બજારોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ નાથી. બીજીતરફ માસ્ક પહેર્યા વગર લોકો નિકળી રહ્યા છે. કેટલાક વેપારીઓ રાત્રીના ૮ વાગ્યા સુાધીનો ટાઈમ બંધનો હોવા છતાં પણ નવાથી ૧૦ સુાધી ખુલ્લા રહે છે. પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર કડક બનશે તો આ સમસ્યાનો નિવેડો આવી શકે તેમ છે.