ભુજની સંસ્થા દ્વારા જવાનોને રક્ષા કવચ રૃપી રાખડીઓ અર્પણ કરાઈ
- એક રાખી સરહદ સે સરહદ તક
- વિવિધ જ્ઞાતિનીઓના મહિલા મંડળો, સંસ્થાઓનો પ્રતિસાદ સાંપડયો
ભુજ,શનિવાર
લાયન્સ કલબ ઓફ ભુજ ક્વીન્સ દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનોને રાખડી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ઈન્ડો પાક અને ઈન્ડો ચાઈના બોર્ડર પર અડીખમ સેવા બજાવતા સરહદના સંત્રીઓ એવા વીર જવાનોના કાંડે પણ રક્ષા કવચ રૃપી રાખડી મુકવા માટે જનતાને ઈજન આપવામાં આવ્યું હતું. વિવિાધ સૃથળોએ રાખડી સ્વીકાર કેન્દ્ર રાખવામાં આવ્યા હતા. વિવિાધ જ્ઞાતિઓના મહિલા મંડળો, જાહેર સંસૃથાઓ દ્વારા સારો પ્રતિસાદ સાંપડયો હતો. બીએસએફ બટાલીયન વીંગ ૧૭ર કુપવાડા કાશ્મીર સરહદે જતી હોવાથી કલબના પ્રેસીડેન્ટના માર્ગદર્શન હેઠળ કલબના સભ્યોએ ૯૦૦ રાખડી જવાનોને અર્પણ કરી હતી. આ ઉપરાંત એક હજાર રાખડીઓ નાગરીક સંરક્ષણ દળને આપી હતી.