Updated: May 21st, 2023
ભુજ, શનિવાર
અકસ્માત ઝોન બની ગયેલા ભુજ ખાવડા રોડ પર શુક્રવારે મોડી રાત્રે એક ટ્રક બીજી ટ્રકને ઓવર ટેક કરવા જતાં બાઇક સાથે આૃથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઝુરા ગામે જઇ રહેલા બે યુવાનોનું કંમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. બે યુવકોના મોતાથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.
બી ડિવિઝન પોસ્ટે ઝુરા ગામે જતવાંઢમાં રહેતા દાઉદ ઇબ્રાહિમ જતએ ટ્રક ચાલક વિરૃાધ ફરિયાદ નોંધાવી છે. બનાવ શુક્રવારે રાત્રીના પોણા બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદના નાનાભાઇ અબુબકર ઇબ્રાહિમ જત (ઉ.વ.૨૮)એ ફરિયાદીને જણાવ્યું હતું કૌટુબીભાઇ ઇશાક ઓસમાણ જત (ઉ.વ.૩૭) રાજકોટાથી ભુજ આવે છે. અને તેને લેવા માટે બાઇકાથી ભુજ જઇ રહ્યો છું દરમિયાન ફરિયાદીના અબુબકર અને ઇશાક બન્ને જણાઓ બાઈકાથી ઝુરા જતવાંઢ પરત આવી રહ્યા હતા. ત્યારે પાલારા પાસે હીરા પેટ્રોલ પંપ નજીક ટ્રક સાથે અકસ્માત થતાં બન્ને ભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેઓને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ટ્રક મુકીને નાસી જનારા ચાલક વિરૃાધ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઇ એમ કે,દામાએ જણાવ્યું હતું કે, સામેાથી આવતી ટ્રકને ઓવર ટેક કરવા જતી અન્ય ટ્રક સામેાથી આવતી બાઇક સાથે આૃથડાતાં અકસ્માત સર્જાયો હતો.
ખાવડા અને ફુલરા નજીક અકસ્માતમાં યુવક ઘાયલ
ભુજ તાલુકાના ખાવડા દિનારા વચ્ચે બોલેરો જીપની ટકકરાથી બાઇક ચાલક ઇસ્માઇલ મામદ્રીમ સમા (ઉ.વ.૩૬)ને ઇજા પહોંચી હતી. તો, લખપત તાલુકાના ફુલરા ગામ પાસે બે ફોરવ્હલ આૃથડાતાં ચાલક જીતેશ મલુ કોલી (ઉ.વ.૨૭) રહે સીનાપર તાલુકા લખપતને ઇજા પહોંચી હતી. બન્ને ઘાયલોને સારવાર માટે જી.કે.માં દાખલ કરાયા હતા.