Get The App

કચ્છમાં સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે

- 50 ટકા દુકાનો એક દિવસ અને 50 ટકા દુકાનો બીજા દિવસે ખુલશે

- આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિઓ માટે વાહનો અને વ્યકિતઓની અવર-જવર સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબધિત રહેશે

Updated: May 20th, 2020

GS TEAM

Google News
Google News

- નિર્ધારિત નિયંત્રણ સાથે કન્ટેનમેન્ટ ઝોન બહાર બજારો ખોલી શકાશે

કચ્છમાં સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે 1 - image

ભુજ, તા.19 મે 2020, મંગળવાર

કચ્છ જિલ્લા સમાર્હતા પ્રવીણા ડી.કે. દ્વારા લોકડાઉન-૪ સંદર્ભે નવી માર્ગદશકા બહાર પાડવામાં આવી છે. લોકડાઉનના પગલાંની નવી ગાઇડલાઇન અને હુકમો જારી કરેલ છે. કચ્છમાં તમામ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય વિમાન મુસાફરી પ્રતિબંધ રહેશે. સિવાય કે મેડીકલ સેવાઓ. એર એમ્બ્યુલન્સ તથા સલામતી હેતુ માટે અથવા ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી પરવાનગીના હેતુ માટે. તમામ શાળા/કોલેજ/શૈક્ષણિક સંસ્થાઓ/તાલીમ/કોચિંગ કલાસ ઉપર પ્રતિબંધ રહેશે. તેમ છતાં ઓનલાઇન તેમજ ડિસ્ટન્સ લર્નીગને અનુમતિ રહેશે. હોટલ, રેસ્ટોરેન્ટ અને આતિથ્ય સેવા ઉપર પ્રતિબંધ રહેશે. સિવાય કે તેનો ઉપયોગ આરોગ્ય/પોલીસ/સરકારી અધિકારીઓ/આરોગ્ય કર્મચારીઓ/પ્રવાસીઓ સહિત અટવાઇ ગયેલ લોકો તથા કવોરન્ટાઇનમાં રાખવામાં આવેલ લોકો માટે હોય અને બસ ડેપો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ ઉપર ચાલતી કેન્ટીનો. રેસ્ટોરેન્ટ કીચન માત્ર હોમ ડીલીવરી માટેચાલુ રાખી શકાશે પરંતુ હોમ ડીલીવરી માટેજનાર વ્યકિતનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ, હેલ્થ કાર્ડ કરાવવાનું રહેશે.

તમામ સિનેમા હોલ, શોપીંગમોલ, જીમ્નેશિયમ, રમતગમત કોમ્પલેક્ષ, સ્વીમીંગ પુલ, બગીચા, થિયેટર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ તથા તે પ્રકારની જગ્યા પ્રતિબંધ રહેશે. તમામ સામાજિક/રાજકીય/મનોરંજન/શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધામક કાર્યક્રમો/ અન્વય મેળાવડાઓ ઉપર પ્રતિબંધ રહેશે. આવશ્યક સેવાઓમાં ન આવતી હોય તેવી તમામ પ્રવૃતિઓ માટે વાહનો અને વ્યકિતઓની અવર-જવર સાંજના ૭ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબધિત રહેશે. (કરફયુ). શાકભાજી તેમજ આવશ્યક વસ્તુના વેચાણ સિવાયના ફેરીયાઓને પરવાનગી રહેશે નહીં. સીટી બસ કે ખાનગી બસ સવસ પ્રતિબંધિત રહેશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં સમગ્ર જિલ્લામાં જાહેર થયેલ કે હવે પછી જાહેર થનાર કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં સવારે ૮ થી બપોરે ૩ વાગ્યા સુધી આવશ્યક સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની વેચાણની પરવાનગી રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા શ્રમિકો, દુકાનદારો કે કર્મચારીઓ કન્ટેનમેન્ટ ઝોનથી બહાર અવર-જવર કરી શકશે નહીં.

કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારે ૮ વાગ્યાથી બપોરના ૪ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે. ઉધોગગૃહોએ તેમના કામદારોની અવર-જવર સાંજે ૭ વાગ્યથી સવારે ૭ વાગ્યા દરમિયાન ન થાય તે રીતે ભારત સરકારની માર્ગદશકા મુજબ નો અમલ કરવાનો રહેશે. માર્કેટ એરીયા કે શોપીંગ કોમ્પલેક્ષમાં દુકાનો મિલ્કતના ઓડ અને ઈવન નંબર પ્રમાણે ઓડ અને ઈવન તારીખે વારાફરતી ખોલી શકશે (એટલે કે એકી સંખ્યામાં આવતી દુકાનો એકી તારીખે તથા બેકી સંખ્યામાં આવતી દુકાનો  બેકી તારીખે.) આ માટે સ્થાનિકે સ્વરાજયની સંસ્થાઓ (નગરપાલિકા, પંચાયતો) એ જરૂરી નિયમન કરવાનું રહેશે. આ દુકાનો સવારે ૮ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકશે. દુકાનમાં કોઇપણ સમયે પાંચ કરતાં વધારે ગ્રાહકો એક સાથે હાજર રહી શકશે નહીં. ૫૦ ટકા દુકાનો એક દિવસ અને ૫૦ ટકા દુકાનો બીજા દિવસે ખુલશે. એક કરતાં વધુ મિલ્કત નંબર ધરાવતી દુકાનો એકી (ઓડ) તારીખ ખુલી રાખવાની રહેશે. 


કન્ટેનમેન્ટ ઝોન બહાર પાનની દુકાનો શરૂ કરવાની મંજુરી રહેશે . ખાણી-પીણીની લારી ઉપરથી માત્ર પાર્સલની મંજુરી આપવામાં આવે છે. વાળંદની દુકાનો, બ્યુટીપાર્લર, સલુન સામાજિક અંતરનું પાલન કરવાની શરતે શરૂ કરી શકાશે. ૬૦ ટકા કેપેસીટી સાથે લાયબ્રેરી શરૂ કરી શકાશે. ગુજરાત રાજય પરિવહનની બસો રાજય સરકારની સૂચના અનુસાર કાર્યરત રહેશે. ટેક્ષી, કેબ, ઓટોરીક્ષાની અવર-જવર એક ડ્રાઇવર અને માત્ર બે પેસેન્જર સાથે કરી શકાશે.

ફોર વ્હીલરમાં જે તે વાહનમાં ડ્રાઇવર+૨ પેસેન્જર અથવા જે તે વાહનની અધિકૃત કેપેસીટીના ૫૦ ટકા પેસેન્જર સાથે પરવાનગી માન્ય રહેશે. ટુ વ્હીલરમાં એક જ વ્યકિત અવર-જવર કરી શકશે. શહેરી વિસ્તારમાં હદ બહાર રોડ સાઈડ ઉપરના ઢાબા ચાલુ રાખી શકાશે. તમામ રીપેર શોપ, ગેરેજ, વર્કશોપ અને સવસ સ્ટેશન કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે. ૩૩ ટકા કેપેસીટી સાથે પ્રાઇવેટ ઓફિસીસ કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ચાલુ રાખી શકાશે.

જાહેર સ્થળોએ મોઢું ઢકાય તેમ માસ્ક/કાપડ પહેરવું ફરજીયાત

જાહેર સ્થળો અને કામકાજના સ્થળોએ થૂંકવા પર પ્રતિબંધ છે. તેમ છતાં કોઇપણ વ્યકિત જાહેરમાં થૂંકતો જણાશે તો તે બદલ અન્યથા રૂ.૨૦૦/- નો દંડ વસુલ કરવામાં આવશે. જાહેર સ્થળો તેમજ પરિવહનમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણની માર્ગદશકાઓ અનુસાર સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. લગ્ન પ્રસંગોએ થતાં સમારંભોમાં સામાજિક અંતરનું ચુસ્તપણે અમલ કરવાનું રહેશે તથા મહેમાનોની સંખ્યા ૫૦ થી વધવી જોઇએ નહીં. (ઈન્સીડન્ટ કમાન્ડર અને મામલતદારની પરવાનગી મેળવવાની રહેશે.) અંતિમ સંસ્કાર/અંતિમ ક્રિયાને લગતા કાર્યક્રમમાં પણ સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશે. તથા ૨૦ થી વધુ વ્યકિતઓની અનુમતિ રહેશે નહીં. પાન, ગુટકા, તમાકુનું સેવન જાહેર સ્થળોએ કરી શકાશે નહીં. દુકાનદારોએ ગ્રાહકો વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટ અંતર જળવાઇ રહે તેની ખાતરી કરવાની રહેશે અને પાંચથી વધુ ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ કરવાની પરવાનગી આપી શકાશે નહીં.

શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાની પધ્ધતિ અનુસરવાની રહેશે 

કચેરીઓ, કામકાજ સ્થળો, દુકાનો, બજારો તથા ઔધોગિક અને વાણિજિયક સંસ્થાઓએ કામના કલાકો અલગ અલગ રાખવાના રહેશે. તમામ પ્રવેશવાના તથા બહાર નિકળવાના પોઇન્ટ અને કોમન એરીયામાં થર્મલ સ્ક્રેનીંગ, હેન્ડ વોર અને સેનિટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાની રહેશે. માનવીય સંપર્કમાં આવનાર તમામ કોમન સુવિધાઓ જેવી કે દરવાજાના હેન્ડલ વગેરે સહિત સમગ્ર કામના સ્થળે નિયમિત રીતે સેનિટાઈઝેશન કરાવવું જેમાં બે શિફટ વચ્ચે સેનિટાઇઝેશનનો પણ સમાવેશ થાય છે. તમામ કામકાજના સ્થળોએ માસ્ક/ફેસ કવર પહેરવું ફરજીયાત છે. તેમજ ફેર કવરનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો રહેશે. કામકાજના સ્થળોએ દરેક સંચાલકોએ કામદારો વચ્ચે પર્યાપ્ત સામાજિક અંતર બાબતે ખાતરી કરવાની રહેશે અને બે પાળી વચ્ચે પુરતો સમય આપીને, તેમજ જમવાના સમય વચ્ચે સમયાંતર જાળવીને સામાજિક અંતર જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. મોટી સંખ્યામાં લોકોની હાજરી વાળી મીટીંગ મુલાકાત ટાળવાની રહેશે.

Tags :