Get The App

આજે કચ્છમાં ૭૭ મા સ્વાતંત્ર્યદિનની દેશભક્તિના કાર્યક્રમો સાથે થશે ઉજવણી

Updated: Aug 15th, 2023

GS TEAM


Google News
Google News
આજે કચ્છમાં ૭૭ મા સ્વાતંત્ર્યદિનની દેશભક્તિના કાર્યક્રમો સાથે થશે ઉજવણી 1 - image

ભુજ, સોમવાર

સમગ્ર દેશ સાથે કચ્છમાં ૭૭મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. માંડવી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી શેઠ સુરજી વલ્લભદાસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાતના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃતિઓ વન અને પર્યાવરણ ક્લાઈમેન્ટ ચેંજના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ધ્વજવંદન સવારે ૯ વાગ્યે કરાશે. ત્યારબાદ પરેડ નિરીક્ષણ અને ઉદબોધન કરશે. ૯.૨૫ સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ સન્માનપત્ર - પ્રમાણપત્રનું વિતરણ કરાશે. અંતમાં રાષ્ટ્રગાન અને ત્યારબાદ વૃક્ષારોપણ કરાશે તેવું જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું છે. 

કચ્છ જિલ્લામાં ભાજપ નૂતન જિલ્લા ભાજપ કાર્યાલય કચ્છ કમલમ પર સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ. 

ભુજ  મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય : સવારે ૧૧ વાગ્યે પ્રમુખના હસ્તે ધ્વજવંદન 

ભુજ નગરપાલિકા : સવારે ૧૦:૩૦ કલાકે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

મુન્દ્રા : તાલુકા કક્ષાનો કાર્યક્રમ શિરાચા ગામે અમૃત સરોવર ખાતે સવારે ૯ વાગ્યે. 

માનકુવા  તા. ભુજ : અખંડ જ્યોત ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટ વતી હાઈસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વર્ષ દરમિયાન પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સાથે સ્મૃતિચિહ્ન અર્પણ કરાશે. 

સત્યમ સંસૃથા અને તાનારીરી મહિલા મંડળ  : નરસિંહ મહેતાનગરની શેરી નંબર ૫ ખાતે ભુજના મહિલા અગ્રણી રામુબેન પટેલના હસ્તે સવારે ૧૦ વાગ્યે ધ્વજ વંદન ઉપરાંત બાળકો માટે ઈનામ વિતરણ અને વિવિાધ કાર્યક્રમો યોજાશે. 

જિલ્લા પંચાયત સંચાલિત મંડળની જૈન નૂતન પ્રાથમિક શાળા નં. ૩  શાળાના પટાંગણમાં સવારના ૧૦ વાગ્યે ધ્વજવંદન થશે. 

માંડવી વિકલાંગ કન્યા છાત્રાલય  અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયના પટાંગણમાં સવારે ૧૧ વાગ્યે રાષ્ટ્રધ્વજ મુખ્ય મહેમાનના હસ્તે લહેરાશે. 

ગાંધી જીવન કેન્દ્ર  : સવારે ૯૨૦ વાગ્યે કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાશે તેમજ વીર શહિદોને અંજલી અ૫શે. 

બાંડીયા :  જાગેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં ૭૭ મા સ્વાતંત્ર્ય દિનની તાલુકા કક્ષાએની ઉજવણી નિમિતે ૯.૦૨ ધ્વજવંદન, ૯.૦૫ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટનું ઉદબોધન, ૯.૧૦ સાંસ્કૃતિક કાર્યક્રમો, ૯.૪૦ સન્માનવિિધ તાથા ૯.૫૦ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે. 

ભુજ : બાર એસો. જિલ્લા ન્યાયાલય  સંયુક્ત ઉપક્રમે ૯.૪૫ વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ.

 ભુજ :  કચ્છ મુસ્લિમ શિફા હોસ્પિટલના કમ્પાઉન્ડ (નવા રેલવે સ્ટેશન સામે) સવારે ૧૦ વાગ્યે ઉજવણી કરાશે. 

Tags :