Gujarat

આજે કચ્છ બનશે શિવમયઃ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

By GS Team
1 Mar 20221 min read
This article was originally published on 1 Mar 2022
આજે કચ્છ બનશે શિવમયઃ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

ભુજ,સોમવાર

કચ્છ જિલ્લામાં મંગળવારે મહાશિવરાત્રી પર્વને લઇને જિલ્લાભરના શિવાલયોમાં વહેલી સવારાથી દર્શન-અર્ચન માટે ભાવિકોને પ્રવાહ ઉમટી પડશે. બમ બમ ભોલેના કલશોરાથી વાતાવરણ ગુંજી ઉઠશે. શ્રદ્ધાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પણ અર્પી, પંચામૃત્તાભિષેક કરી શિવકૃપાની કામના કરશે. મંદિરોમા લઘુરૃદ્રી, મહારૃદ્રી વચ્ચે ભાવિકો દ્વારા મહાદેવને પ્રિય ભાંગની પ્રસાદી શક્કરિયા બટાટાનો ફળાહાર કરીને શિવભક્તિમા લયલીન બનશે. મહાશિવરાત્રિ પુર્વે રવિવારની સંધ્યાએ ભુજમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

પ્રત્યેક વર્ષે મહાવદ ચૌદસે ઉજવાતા મહાશિવરાત્રી પર્વની કચ્છ જિલ્લામાં શ્રદ્ધા,ભક્તિ અને ઉમંગભાવ પૂર્વક ઉજવણી કરાશે. મહાદેવાલયોમાં સવારાથી જ ભાવિકોનો પ્રવાહ દર્શનાર્થે ઉમટી પડશે. જેમાં  જિલ્લાના વિવિાધસૃથળોએ બિરાજમાન મહાદેવના મંદિરોમાં લઘુરૃદ્રી,મહારૃદ્રી, શિવમહિન્મં સ્ત્રોત  ઉપરાંત ગંભીર બિમારી ધરાવતા કે મૃત્યુના બિછાને પડેલા દર્દીના પરિવારજનો દ્વારા મૃત્યુંજય મંત્ર, મહામૃત્યુંંજયના પાઠોનુ આયોજન કરાશે. આસૃથાળુઓ દ્વારા શિવલીંગ ઉપર બિલીપત્ર અર્પણ કરી જલાભિષેક, દુગૃધાભિષેક, સુંગિાધત દ્વવ્યોના અભિષેક થકી પરિવારની કુશળતાની કામના સાથે જીવનના ત્રિવીધ તાપોથી મુક્તિ, વિશ્વને કોરોનાથી મુક્ત કરવાની કામના કરાશે. ભક્તો દ્વારા શકકરિયા બટાટાનો ફળાહાર કરીને શ્રદ્ધાભાવ વ્યક્ત કરાશે. કેટલાક મંદિરોમાં વિશેષ અનુષ્ઠાન, હવન, પુજન, મહાપ્રસાદીનુ આચયોજન કરાયુ છે. તો સાથોસાથ  શિવજીને પ્રિય ભાંગની પ્રસાદી વિના પર્વનુ મહાત્મ્ય અધુરૃ રહેતુ હોઇ રહીશો ભાંગની પ્રસાદી ગ્રહણ કરીને કૃતકૃત્ય થયાની અનુભૂતિ માણશે.