વિકાસની હરણફાળ ભરતા દેવપર(યક્ષ)ને એટીએમની સુવિધા ક્યારે મળશે ?
- ડિઝિટલ ઈન્ડીયાની વાતો કરતી સરકાર બીજીતરફ બેંકોનું નિંભર વલણ
- ચાર હજારથી વધુ વસતી તથા ૮ ગામના ખરીદી કરવા આવતા લોકોને નાણા ઉપાડવા બેંકના ખાવા પડતા ધક્કા
ભુજ, રવિવાર
નખત્રાણા તાલકાનું દેવપર(યક્ષ) ગામ નખત્રાણા- ભુજ હાઈવે પર આવેલું છે. જે નખત્રાણાથી ૧૦ કિ.મી તેમજ ભુજાથી ૪૦ કિ.મીના અંતરે છે.જેનો વિકાસ દિવસે દિવસે વાધતો જાય છે પરંતુ બેંકીંગ સેવામાં કોઈ વિકાસ ન થતા લોકો આજેપણ મુશ્કેલી વેઠી રહ્યા છે.
ખેતી તાથા ટ્રક- ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલું આ ગામ ૪ હજાર જેટલી વસતી ધરાવે છે, નાના મોટા ઉદ્યોગો આવેલા છે. ગામમાં આસપાસના સુખસાણ, મોટાયક્ષ, મોરગર, વિાથોણ, ધાવડા નાના - મોટા, આણંદપર, પલીવાડ, મોટાયક્ષ ગામના લોકો ધંધાર્થે તેમજ ખરીદી કરવા આવે છે.આમ,બીજા ગામાથી વ્યવસાય અને ખરીદી કરવા આવતા લોકો ઉપરાંત ગામનીવસતીને સૃથાનિક બેંક દ્વારા એટીએમની સુવિાધા ન અપાતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, નાણાકીય વ્યવહાર કરવા એટીએમ જરૃરીયાત બની ગયું છે. ઈમરજર્ન્સીમાં નાણા કાઢવા હોય તો ૧૦ કિ.મી અન્યત્ર ગામ જવાની ફરજ પડે છે. અનેક વખત રજુઆત છતાં બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક દ્વારા માંગણી પુરી કરવા તસ્દી લેવાઈ નાથી. એક તરફ સરકાર ડિઝિટલ ઈન્ડીયાની વાતો કરી રહી છે બીજીતરફ લોકો સામેાથી સુવિાધા માંગે છે તો પણ આપવામાં આવી રહી નાથી.