Get The App

અબડાસા બેઠક પર ટિકીટ ફાળવણી મામલે કોંગ્રેસમાં આંતરિક ખટરાગ!

- ભાજપ-કોંગ્રેસના નિરીક્ષકોએ ભુજમાં ધામા નાખતા રાજકીય ધમધમાટ

- પ્રદેશ કક્ષા સુધી વાત પહોંચતા કોંગ્રેસના નિરીક્ષકો કચ્છમાં આવી પહોંચ્યા ઃ ભાજપ દ્વારા આઈટી સેલ સક્રિય કરાયો

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News
અબડાસા બેઠક પર ટિકીટ ફાળવણી મામલે કોંગ્રેસમાં આંતરિક ખટરાગ! 1 - image

ભુજ, શનિવાર

રાજ્યમાં કચ્છની અબડાસા સહિત ખાલી પડેલી ૮ વિાધાનસભા પેટા ચૂંટણીને લઈને તૈયારીનો ધમાધમાટ તેજ બન્યો છે ત્યારે આજે અબડાસા વિાધાનસભા પેટા ચૂંટણી બેઠકના કોંગ્રેસના નિરીક્ષકો ફરી એકવાર કચ્છમાં આવ્યા હતા. ભુજ સકટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનોની મીટીંગ મળી હતી તો બીજીતરફ કયાંકને કયાંક ટિકીટ વહેંચણીને લઈને આંતરિક ખટરાગ કોંગ્રેસમાં હોવાનો પણ ગણગણાટ શરૃ થયો છે.

અબડાસા પેટા ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસના આગેવાનો કચ્છમાં છે. ગાંધીનગર ધારાસભ્ય અને અબડાસા બેઠકના ઇન્ચાર્જ સી.જે.ચાવડા,ધારાસભ્ય હીરા જોટવા,જયરાજસિંહ પરમાર સહિતના કચ્છમાં આવતા જિલ્લા પ્રમુખ તેમજ આગેવાનો વચ્ચે અબડાસા બેઠકને લઈને મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં તેઓએ અબડાસાની પ્રજા કોંગ્રેસને જીત અપાવશે તેવો દાવો કર્યો હતો.

ભાજપ દ્વારા અબડાસા બેઠક માટે ઉમેદવાર તરીકે પ્રધ્યુમનસિંહ જાડેજાની જાહેરાત કરી દેવામાં આવી છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે? તે હજુ નક્કી નાથી તેવામાં કચ્છમાં અબડાસા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને લઈને પક્ષમાં આંતરિક વિગ્રહ શરૃ થયો છે. આંતરિક ખટરાગ અને નારાજગી વચ્ચે નિરીક્ષકોને કચ્છ દોડી આવવાની ફરજ પડી હોવાની ચર્ચા છે.

બીજીતરફકચ્છની અબડાસા વિાધાનસભા પેટા ચૂંટણી બેઠકને લઈને ભાજપ દ્વારા પ્રચાર શરૃ કરી દેવામાં આવ્યો છે ત્યારે આજે બેઠકના નિરીક્ષકો ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસી પટેલે પણ ભુજમાં કાર્યકરો સાથે ચર્ચા કરી આઇટી સેલની ટિમ સક્રિય બનાવવા પર ભાર મુકયો હતો.ભાજપના નિરીક્ષકોએ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી જરૃરી ચર્ચા પરામર્શ આપ્યા હતા. કચ્છ ભાજપના નેતાઓ દ્વારા અબડાસામાં પ્રચાર પણ શરૃ કરાયો છે એવામાં આગામી દિવસોમાં નિરીક્ષકો, બંને પક્ષના સૃથાનિક આગેવાનો દ્વારા ગુપ્ત બેઠકો પણ યોજવામાં આવશે.

Tags :