ભુજમાં શિવમંદિરોના માધ્યમથી કોરોનાની સામે જાગૃતિ અભિયાન
- શહેરના મુખ્ય પાંચ મંદિરોમાં સેનેટાઈઝર અને માસ્કની વ્યવસ્થા કરાઈ
- ભુજની ૩ સંસ્થાઓ દ્વારા આયોજન : કોરોનાની સામે જાગૃતિના સૂત્રો સાથેના સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરાયા
ભુજ, બુધવાર
કચ્છ જિલ્લામાં હાલ કોરોના પોઝિટિવ કેસોમાં વાધારો થઈ રહ્યો છે. લોકોમાં જાગૃતિના અભાવે કેસો વાધી રહ્યા હોવાથી હાલે શ્રાવણ માસમાં મંદિરોમાં આવતા ભાવિકોમાં જાગૃતિ ફેલાવવા ભુજમાં અભિયાન આદરાયું છે.
સક્ષમ, આશ ચેરીટેબલ ટ્રસ્ટ તાથા લાયન્સ કલબ ઓફ ભુજ દ્વારા શિવભક્તો જ્યારે મંદિરોમાં આરાધના કરવા આવે છે ત્યારે કોરોના વાયરસ અંગેના સાવચેતીના પગલાનું પાલન કરે તે હેતુસર શહેરના ૫ પ્રસિધૃધ મંદિરમાં સંસૃથા દ્વારા સેનીટાઈઝર સ્ટેન્ડ, માસ્ક તાથા કોરોના વાયરસ જાગૃતિ અંગેના સુત્રો સાથેનું સેલ્ફી ફ્રેમ મુકવામા ંઆવી છે. કચ્છમાં હજુપણ લોકો સામાજિક અંતર જાળવવા, હાથ સેનીટાઈઝ ન કરવા જેવી બેદરકારી દાખવી રહ્યા છે ત્યારે બિલેશ્વર , િધંગેશ્વર, ચંગલેશ્વર, દ્રિાધામેશ્વર તાથા બિહારીલાલ મહાદેવ મંદિરોમાં સાધનોના લોકાર્પણ સાથે જાગૃતિ અભિયાન આદરાયું છે. શ્રાવણ મહિનાના પ્રાથમ દિવસે મંદિરોમાં અનેક ભક્તોએ કોરોના પરાસ્ત કરવાના નિયમોના પાલન અંગેના સંકલ્પ લીધા હતા. તો જાગૃતિના સુત્રો સાથેની સેલ્ફી પોઈન્ટનો ઉપયોગ કરીને અન્યોમાં જાગૃતિ ફેલાવવા સહભાગી બન્યા હતા. સંસૃથાના સંચાલકો દ્વારા મંદિરમાં સેનીટાઈઝર પુરા પાડવા ઉપરાંત આખો શ્રાવણમાસ દરમિયાન જાગૃતિ અભિયાન તાથા અન્ય પ્રવૃતિ મંદિરોમાં કરવામાં આવશે.